STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

બુદ્ધિનું પરાક્રમ

બુદ્ધિનું પરાક્રમ

1 min
701


બળથી બુદ્ધિ આગળી જો ઉપજે તાત્કાળ.

બાદશાહે બીરબલને કહ્યું કે, 'અહો સમય સુચક બીરબલ ? બળદનું દુધ લાવી આપો.'

બીરબલે કહ્યું કે, 'બહુ સારૂં સરકાર ?'

આમ કહી બીલબલ તરફ એક ઘોડાને નદીમાં લઇ જઇ ઊભો રાખી તેને ખરેડો અને માલીસ કરવા લાગ્યો. બીરબલને આમ કરતાં જોઇ બાદશાહે તેને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે, 'તે આ શું કરવા માંડ્યું છે ?' બીરબલે કહ્યું કે, 'હજુર ! આ ઘોડાની ઘોડી બનાવું છું.'

બીરબલનો જવાબ સાંભળી બાદશાહ અજાયબી પામી બોલ્યો કે, 'અરે ! મુરખના સરદાર ? કદી નર ફીટી નારી થતી હશે ?' આનો ઉત્તર આપતા બીરબલે કહ્યું કે, 'ઘોડાની ઘોડી ન બને ત્યારે બળદનું દુધ ક્યાંએ નીકળતું સાંભળ્યું છે ?'

બીરબલનો આવો તરત અને ચમત્કારીક ખેલ જોઇ બાદશાહને બહુ ખુશી થઇ તેના ગુણની તારીફ કરવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics