બ્લોક
બ્લોક
બ્લોક શબ્દ કેટલો નાનો શબ્દ છે, પણ કેટલો કમાલ કરી જાય છે. આજની આધુનિક દુનિયામાં ટેકનોલોજી કમાલ કરી છે,કે આપણને બ્લોકનો ઓપ્શન મળે છે. આજે લોકો આધુનિક થયા છે, ટેકનોલોજી વાપરતા થયા છે એટલે એમને સહેલાઇથી વિકલ્પ મળી જ જાય છે. કોઈને બ્લોક કરવું એ કેટલું યોગ્ય છે ?
લોકોને બ્લોક કરવું ખૂબ જ સહેલું છે, પણ શું વગર વાંકે કોઈને બ્લોક કરવું યોગ્ય છે ? બ્લોક કરવાથી સામેવાળી વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે છે, બ્લોક કરવાથી વ્યક્તિની લાગણી ઘવાય છે. બ્લોક કરવાથી ક્યારે ક્યારે વ્યક્તિ તૂટી પણ જાય છે. કયારે સંબંધોમાં ઓટ પણ આવી જાય છે એ સવાલનો જવાબ શોધવા મંથી રહે છે કે કયાં કારણ એ સામેવાળી વ્યકિતએ મને બ્લોક કરી હશે ? કોઈ તમને હેરાન પરેશાન કરે છે કોઈ ખોટી રીતે,તો તમે એને સમજાવો, જો એ ન સમજે તો સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને સંબંધનો અંત લાવી દો. સામેવાળી વ્યક્તિને બ્લોક કરો છો તો એકવાર જરૂર એને પોતાની વાત કહેવાનો મોકો આપો. તમે કોઈને બ્લોક કરો છો ત્યારે બની શકે તમારા મનમાં સામેવાળી વ્યક્તિ પ્રત્યે અપાર ગુસ્સો હોય, નફરત હોય, કોઈ વાતનું તમને મન દુઃખ થયું હોય તો એક વાર સામે વાળી વ્યકિતને અવશ્ય જણાવી દો કે તમે એના જોડે સંબંધ રાખવા નથી માંગતા. કેમ રાખવા નથી માંગતા એ પણ એને જણાવી દો. સામેવાળી વ્યક્તિને એક વાર કહેવું જરૂરી છે મારી દ્રષ્ટિએ કેમકે કોઇ પણ સંબંધમાં એક વ્યક્તિ નહીં બીજી વ્યક્તિ પણ જોડાયેલી હોય છે. જેમાં એક વ્યક્તિ નહીં બીજી વ્યક્તિની લાગણીનું પણ રોકાણ થયેલું હોય છે. જો વ્યકિતની લાગણી સાચી હશે તો સામેવાળી વ્યક્તિને જેને તમે બ્લોક કરી છે એને દુઃખ 100% થશે જ. કેમ કે એ વ્યક્તિ તમારી સાથે લાગણીથી જોડાઈ ગઈ હતી. બ્લોક કરવાથી બસ એક નંબર જ બ્લોક થાય છે, લાગણી નહિ. લાગણીને પણ જો કોઈ બ્લોક કરી શકતુ હોત તો કેટલું સારું હોત, પણ એ શક્ય નથી. તમે સામેવાળી વ્યક્તિથી પીછો છોડાવી શકો છો એને બ્લોક કરીને પણ જો તમને એના માટે લાગણી હોય તો તમે શુ એ લાગણીને બ્લોક કરી શકો છો?જવાબ છે ના લાગણીને કયારે બ્લોક કરી જ ન શકાય
કોઈ પણ. સંબંધને હંમેશા લાગણી ની ભૂખ હોય છે. વ્યક્તિને જ્યાં થોડી પણ લાગણી મળી જાય એનુ મન એની પાછળ દોડ્યા જાય છે. લાગણી હંમેશા નિસ્વાર્થી હોય છે. એક નાનુ બાળક નું હાસ્ય જેટલું નિર્દોષ હોય છે એટલી લાગણી પણ નિર્દોષ હોય છે. કોઈ પણ વ્યક્તિને બ્લોક કરતા પહેલા એકવાર જરૂર વિચારજો કે કોઈ મને કોઈ કારણ વગર,વાક વગર બ્લોક કરે તો મને કેવુ લાગશે. ? કેવુ વિતશે મારા મન પર જયારે વ્યક્તિ તમને સાંભળ્યા વગર, તમને કહ્યા વગર તમને બ્લોક કરીને તમારાથી, તમારા લાગણીઓથી દૂર થઈ જાય ? સામેવાળી વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે, ક્યારેક ક્યારેક ખૂબ રડવું આવે છે. સવાલો નો જવાબ શોધવા એનુ મન દોડ્યા કરતું હોય છે. સંબંધમાં લાગણીના ખાતરની જરૂર હોય છે. કોઈ પણ સંબંધને બ્લોક કરતાં પહેલા એકવાર જરૂર વિચારજો કે શું આ સંબંધમાં મારી લાગણીનું ખાતર હતું ? જવાબ તમને મળી જશે. કોઈ સંબંધને બ્લોક કરતાં પહેલા એકવાર ખુલ્લા મને એ વ્યકિત જોડે વાત કરી લો, એની વાત સાંભળી લો પછી જ કોઈ નિર્ણય લો. સમસ્યાના સમાધાન ને શોધો, સમાધાન મળશે તો સમસ્યાનો અંત આવી જશે. સંબંધના અંતને લાવવાની જરૂર નહીં પડે. સોશિયલ મીડિયા પર આપણે કેટલાક સંબંધો પણ બનાવતા હોઈએ છે પોતાની સૂઝબૂઝ ના આધારે આપણે કેટલા અંશે એમાં લાગણીનો રોકાણ કરતા હોઈએ છે, સમયનું રોકાણ પણ કરતાં હોઈએ છીએ. કયારે કયારે આવા સંબંધોને આપણ સમયના આધીને બ્લોક પણ કરતાં હોઈએ છે. જો અમુક સમસ્યાને આધીને અમુક સંજોગોવતી બરાબર હોય છે. બ્લોક એ વાત ન કરવાનુ વિક્લ્પ છે. સંબંધોનુ અંત લાવવાનુ વિકલ્પ નથી. બ્લોક કરતાં પહેલા સંબંધ કેટલો સાચો, કેટલો પાકો, કેટલું લાગણીશીલ હતો એકવાર વિચારી લેજો. બ્લોક કરવું કે નહિ જવાબ મળી જશે.
