STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

બીરબલ અને ગંગ કવિ

બીરબલ અને ગંગ કવિ

2 mins
2.6K


બીરબલ અને ગંગ એક ગુરૂની નીશાળે શીખ્યા હતા, અને અભ્યાસ કરતી વખતે બંને જણ એકમેકના મિત્ર બન્યા હતા. ભણતા તે મોટા થયા ત્યારે તે બંને જણ જુદા પડ્યા, અને કમાણી કરીને પોત પોતાનું પેટ ભરવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોઈક વખતે મળતા હતા. પણ બીરબલ જ્યારે પ્રધાનપદ ઉપર નેમાયો ત્યારે પાછો તેમનો મેલાપ થયો. તે વખતે તેને પોતાની જુની મીત્રતા યાદ આવાથી કવી ગંગે એક દોહરો કરીને બીરબલને મોકલ્યો. તે સાથે પોતાના ઘર પાસે એક બોરડી હતી તેમાંથી થોડા બોર તોડીને મોકલ્યા. સાથે મોકલેલો દોહરો આ પ્રમાણે હતો.

દોહરો:

આગું સુદામા કિશ્નને, ગંગ બીરબલ ફેર,

તા દિનમેં તાંદુલ હતે, યહ દીનનમેં બેર.

બીરબલ પણ પોતાની આગલી મીત્રતા સંભારી આનંદ પામ્યો.

તે પછી બીજે દીવસે સભામાં એકઠા મલ્યા તે વખતે બીરબલે ગંગને કહ્યું કે, 'બારોટજી ! આપણા નામદાર બાદશાહ સલામતનો સમય તો વર્ણવો ?'

ગંગે કહ્યું, 'ખમા ! સરકાર !'

દુહો:

તાનહદ મીયાં તાનસેન,

હદ બુદ્ધિબળ બીર;

શાહ હકાં શા' અકબરાં, ટોડરમલ્લ વજીર.

આ સાંભળી શાહ આનંદ પામ્યો અને ગંગને સરપાવ આપવા હુકમ કીધો.

બીરબલે કહ્યું, 'હજુર ! આ ભારત ભુમીમાં ભાટ અને બારોટોએ પ્રથમથીજ પોતાની નામના મેળવી છે. ગંગજી એકાદ ! ભાટની સ્તુતિનું કવિત સંભળાવશો ?'

ગંગે નમન કરીને કહ્યું કે, 'ખુશીની સાથે, અહીં ના ક્યાં છે.

કવિત:

પવનકો તોલ કરે ગગનકો મોલ કરે,

રવિસે બાંધે હિંડોલ એસે નર ભાટ હૈં;

પથ્થરસો કાંતે સુત બાંઝનનકો બઢાવે પુત,

મસાનમેં બસત હે ભુત તાકો ઘર ભાટ હૈં.

બીજલકો કરે લેવા દવનીસું રાખે દેવા,

રાહુકું ખવાવે મેવા એસો સધ્ધર ભાટ હૈં;

મેઘનકું રાખે ઠેરા તખ્તકા લુટાવે ડેરા.

મનકા સંભારે ફેરા એસો નર ભાટ હૈં.

બીરબલે કહ્યું કે, શાબાશ, બારોટજી, શાબાશ ! ભલી બજાવી.'

આ સાંભળતાજ શાહ વધારે આનંદ પામી બીજો સરપાવ મંગાવી ગંગને આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics