ilaben Joshi

Inspirational Children

3  

ilaben Joshi

Inspirational Children

'બી થી વૃક્ષ સુધીની યાત્રા'

'બી થી વૃક્ષ સુધીની યાત્રા'

1 min
219


નારાયણ સોસાયટીમાં કોમન પ્લોટમાં લીમડો, પીપળો, આંબો, પીપર, વડલો,બિલી વગેરે મોટાં ઝાડવાઓ તો હતાં. સોસાયટીના પ્રમુખે મિટીંગમાં ઠરાવ કર્યો કે કોમન પ્લોટમાં અન્ય બીજા વૃક્ષો પણ આપણે વાવવા. બધાંએ તેમાં યથા યોગ્ય સમય અને શ્રમફાળો આપવો. 

આજે રજા હોવાથી પરાગભાઇ પોતાનાં પુત્ર મયંક અને પિતાની સાથે આવી ગયાં. પરાગભાઈ મયંકની સાથે બધાને વૃક્ષોનું મહત્વ સમજાવતાં હતાં. "વૃક્ષ એક બીમાંથી વિશાળ કેવી રીતે, કેટલા ટાઢ, તડકો, વરસાદ અને પવન સાથે સંઘર્ષ કરી મોટા થાય છે. તો મયંકના દાદાએ વૃક્ષોની દરેક વસ્તુઓ ફળ, ફૂલ, પાન, છાલ.સુકાઈને ખરી પડેલાં પાન, સુકાયેલુ લાકડું બધું જ ઉપયોગી છે. અગત્યનુ તો તે આપણને ઓકસીજન આપે છે. તે કેટલો કિમતી છે તે તો કોરોના કાળમાં સમજાય ગયું."

"હા" બધાં એકસાથે બોલ્યાં.

"આ સોસાયટીનાં માલિકે પહેલાં કોમન પ્લોટ નક્કી કર્યો. પછી પ્લાન નકશો બેસાડયો. પહેલા અહીં ખેતર હતું અને ખેતરમાં જેટલાં વૃક્ષો હતા. તે એમનેમ રહે તેમ પ્લોટીંગ કરાવ્યુ."

"તે દાદા હવે આપણે વાવીએ છીએ એ ક્યારે મોટા થશે ?"

"એ તું મારા જેવડો થઈશ ત્યારે." દાદાએ કહ્યું.બધા હસી પડ્યા.

દાદાએ મયંકના હાથે વૃક્ષારોપણ કરાવ્યું. રોજ પાણી પીવડાવી જતન કરવાનું કહ્યું. "બેટા! જે વૃક્ષોનું મહત્વ સમજે છે તે જિંદગીમાં બધું સમજે છે. મોટાં શહેરોમાં આજે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આપણે આપણું ભવિષ્ય બગાડી રહ્યા છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational