STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

બહુ તરનારો પાણીમાંજ ડુબે

બહુ તરનારો પાણીમાંજ ડુબે

2 mins
869


એક સમે શાહ રાતે નગર ચરચા જોવા નીકળ્યો હતો. ફરતો ફરતો તે જમુનાના કીનારા પર આવ્યો, એટલામાં તેણે ત્રણ સ્ત્રીઓને રડતી દીઠી. આ ત્રણે સ્ત્રીઓનું રુદન સાંભળી શાહ તેની પાસે જઈ તેણીઓને પુછ્યું કે, 'તમે શા માટે રડો છો ? તે જો કહેવામાં કશી હરકત ન હોયતો મને કહો.' આવી વખતે હીં આવીને આમ કોણ બોલે છે તે સાંભળીને તે સ્ત્રીઓએ તરત જ પોતાની આંખ ઉઘાડીને જોયું તો, કોઈ દેવાંશી નરને ઊભેલો દીઠો. આ દેવાંશી નરને જોતાંત બે હાથ જોડી, શીશ નમાવી પહેલી સ્ત્રી બોલી કે, મારો સ્વામી આ જમુના નદીના પેલીપાર ખેતીનું કામ કરે છે તેથી તે દર રોજ તરીને પેલેપાર જાય છે અને આવે છે, પણ તે કોઈક દીવસે તરનારો પાણીમાં ડુબી મરે. તેથી હું રડું છું.' બીજીને રડવાનું કારણ પુછતાં તેના ઉત્તરમાં બીજી સ્ત્રીએ કહ્યું કે, 'મારો પતિ રોજ ચોરી કરવા જાય છે, જેથી તે કોઈક દીવસે કરોળીઆની પેઠે પોતાની જાળમાં ફસાઈ મરશે તેથી હું રડું છું.' ત્રીજીને પુછતાં ત્રીજીએ કહ્યું કે, 'ન્હાના પતિને લીધે એળે જતાં યોવનને માટે રડું છું.' આ પ્રમાણે ત્રણેનું રડવાનું કારણ સાંભળી શાહ પોતાના મહેલમાં ગયો અને ગંગ કવિની રાહ જોતો બેઠો. એટલામાં ગંગ કવી આવ્યો- તે જોઈને શાહે ગંગ કવીને કહ્યું કે, 'રાતે સ્ત્રીઓ શા માટૅ રોતી હતી ?'

આ પ્રમાણેનો શાહનો સવાલ સાંભળી ગંગ કવીએ કહ્યું કે:-

નદી પાર ખેતી કરે, અરૂ પરઘર ચોરી જાય;

બાલે કંથકી કામની, (યહ) તીનુ બુરી બલાય.


Rate this content
Log in

Similar gujarati story from Classics