Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

ભગવાનના કેમેરા

ભગવાનના કેમેરા

1 min
7.9K


કેમેરાની શોધ ખબર નહિ ક્યારે થઈ ને જાણવાની ઇચ્છા પણ ઓછી. પણ આ મારફાડ કેમેરાના યુગમાં ભગવાનને પણ સેલ્ફી લેવાનું મન થતું હશે. ભગવાને પણ કેમેરા રાખ્યા હશે. બધે નજર અને હિસાબ રાખવા હાટુ.

મારા મતે ભગવાનના એ સી.સી.ટી.વી કેમેરા એટ્લે મંદિરની બાહર બેઠેલા અને આપણી પાસે ભીખ માંગતા ભિખારીઓ ! ભિખારીઓ ભગવાને મૂકેલા કેમેરા છે. એ બાહર આપણી પાસે ભીખ માંગે છે.તે સમયે આપણું વર્તન જોવે છે. તે ભગવાનને તેમની સ્ક્રીન પર દેખાઈ જાય છે. તમે સારું વર્તન કરો તો સારું ને ખરાબ વર્તન કરો તો ખરાબ !

ત્યારબાદ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. આપણે પણ ભગવાન પાસે કોઈને કોઈ આશા રાખીને જઈએ છીએ. એટ્લે થોડા ઊંચી કક્ષાના ભિખારી કહી શકાય. સારા દેખાવ તથા કપડાં વાળા ભિખારી. પણ જ્યારે આપડે ભગવાન જોડે કઈ માંગીએ છીએ ત્યારે એ પેલા કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલુ આપણું વર્તન જોઈ લે છે અને ભગવાન પોતે પણ તદન એવું વર્તન આપડી જોડે કરે છે. આપણે સારા તો વર્તન સારું, બાકી ખરાબ.

આ મારી માન્યતા છે. ખોટી પણ હોઈ શકે. બાહર બેઠેલા દરેક ભિખારીમાં મારો ભગવાન છે. એને ધુત્કારીને ભક્તિ કરો તો પણ કોની ? ભગવાનની જ ! આપણે કોઈને આપીએ તો એ આપણને આપે. બસ સરળ તર્ક છે.

તો ભિખારી એટ્લે ભગવાનના કેમેરા ! આ શોધ ઘણી જૂની છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational