ભારત પ્રવાસ 9
ભારત પ્રવાસ 9
કસ્ટમમાંથી નીકળી અમે ઉબર સ્ટેન્ડ પાસે આવ્યા. મેં ઉબર બોલાવેલી. 7 મિનિટ માં ઉબર આવી ગઈ અમને પ્લેનમાં જ સૂચના આપવામાં આવેલી કે તમારે 14 દિવસ સુધી સેલ્ફ કેરોનટીન રહેવું પડશે. અમે દીકરાને એરપોર્ટ પર લેવા આવવાની ના પડેલી. આ વાયરસની ઉપાધીમાં એક વાત કોમન થઇ ગઈ છે કે " જો તમે ખરેખર કોઈને દિલથી ચાહતા હો તો એનાથી દૂર રહો." બસ એ વાતને અમે સ્વીકારી લીધી અને એના પર કાયમ રહેવાના છીએ. અડધી કલાકમાં ઘરે પહોંચી ગયા, કારણકે રસ્તા સૂના પડ્યા હતા. ખૂબ ઓછી કારોની અવરજવર હતી. ઘરે પહોંચ્યા તો સવારના અગ્યાર વાગી ગયેલા. દીકરા અને દીકરાની પત્નીએ અમારા માટે ખાવાનું બનાવીને ફ્રિજમાં મૂકેલું તેમજ દૂધ દહીં બ્રેડ વિગેરે ગ્રોસરી પણ ફ્રિજમાં મૂકી ગયેલા. અમે અમારો સામાન ગરાજ માં જ રહેવા દીધો અને એના પર સ્પ્રે કર્યો. જેથી કોઈ વાયરસ લાગ્યા હોય તો મરી જાય. નાહી ધોઈ જમીને અમે એવા સુઈ ગયા કે રાતે નવ વાગે ઉઠ્યા. હવે બીજા દિવસની રાહ જોવાની હતી!