ભારત પ્રવાસ 7
ભારત પ્રવાસ 7


અમે સવારે સાત વાગે સિંગાપુર ઉતરી ગયા. સાડા નવ વાગે અમારી ફલાઇટ ઉપડવાની હતી. સિંગાપુરમાં અમારા શરીરનું ટેમ્પરેચર માપવામાં આવ્યું. નોર્મલ હતું પણ દિલમાં આ કોરોના વાયરસનો ભય પેસી ગયો. હવે પછીની ફલાઇટ 15 કલાકની હતી અને એ પણ ઈકોનોમી કલાસમા. શું થશે? કોઈ પેસેન્જર કોરોના કેરી કરતો હશે? અમારી બાજુમાં કોઈ એવી વ્યક્તિ આવી જશે તો? દિલ ખૂબ બેચેન હતું, શું કરવું એ સમજાતું ના હતું. અંતે અમે વ્હીલચેરમાં હોવાથી અમને પ્લેનમાં પહેલા બેસવા મળ્યું. બાજુમાં એક યન્ગ ભારતીય માણસ હતો. આમ તો હું ખૂબ ફ્રેન્ડલી છું બાજુવાળા સાથે તરત દોસ્તી થાય પણ આજ દોસ્તી ના થઇ. અમે માસ્ક પહેરીને પ્લેનમાં બેસી રહ્યા. જોકે મોટા ભાગના લોકોએ માસ્ક પહેરેલા હતા. પ્લેનમાંથી કોઈનો ખાંસવાનો અવાજ આવતો ના હતો, એટલે થોડી શાંતિ થઇ. પણ પંદર કલાક કાઢવાના હતા. મોટા ભાગે સુવામાં અને ટીવી જોવામાં સમય જવાનો હતો. ચાલો શું થયું તે આવતી વખતે !