ભારત પ્રવાસ 6
ભારત પ્રવાસ 6


અમે બિઝનેસ કલાસમાં હોવાથી અમને પહેલા પ્લેનમાં બેસવા મળ્યું. બિઝનેસ કલાસની સીટ ચાર ચાર ફૂટના અંતર પર હતી. હું અને મારા પતિ પણ ચાર ફૂટ ના અંતર પર બેઠા હતા. હવે હાશ થઇ કે કોઈ નજીક બેસવા નહિ આવે. એરહોસ્ટેસ પણ ખૂબ માન અને ઈજ્જત થી વાત કરતી હતી. ડબલ પૈસા ભરવાનો કેટલોક તો ફાયદો થયો. છ કલાકની મુસાફરી હતી સિંગાપુર સુધીની. એરહોસ્ટેસ ની ખિદમત જોઈ થયું કે હવે તો બિઝનેસ કલાસમાં જ જવું. આટલી ખિદમત આપણી કોણ કરે? અમેરિકામાં તો કામવાળા પણ નથી હોતા!! સીટ ખૂબ આરામદાયક હતી. જમીને અમે પગ લાંબા કરી સુઈ ગયા જે ઈકોનોમી કલાસમાં શક્ય નથી. એરહોસ્ટેજ થોડી થોડી વારે ફળ અને કૈક ને કૈક આપી જતી હતી, કરોના વાયરસનો ડર અહીં લાગતો ના હતો. ખૂબ સલામતી લગતી હતી!! પણ હવા તો એજ હતી આખા પ્લેનમાં!! શ્વાસમાં માં તો હવા લેવી જ પડે!! પણ અમે ખૂબ થાકેલા હોઈ સુઈ ગયા. અને આંખ ખૂલી તો સિંગાપુર આવવાની તૈયારી માં હતા!