ભારત પ્રવાસ 5
ભારત પ્રવાસ 5


તારીખ 21 માર્ચ 2020 અમે સાંજે છ વાગે એરપોર્ટ જવા નીકળ્યા. રસ્તામાં ટ્રાફિક ખૂબ હતો. વળી રસ્તામાં કન્સ્ટ્રકશન પણ ચાલતું હતું. માંડ માંડ નવ વાગે એરપોર્ટ પહોંચ્યા. સામાન ને સ્કેન કરાવી વિન્ડો સુધી પહોંચ્યા. અમારે પહેલેથી બિઝનેસ કલાસમાં જવાનો ઈરાદો હતો. પણ અમારા ટ્રાવેલ એજન્ટ એ કહ્યું કે એક પણ સીટ અવેલેબલ નથી. પણ અમે કાઉન્ટર ઉપર પહોંચ્યા તો અમને ખબર પડી કે બિઝનેસ ક્લાસમાં બે સીટ અવેલેબલ છે એટલે મારા પતિએ બિઝનેસ કલાસમાં અપગ્રેડ કરાવી પણ એ ફક્ત અમદાવાદથી સિંગાપુર સુધીની જ હતી, પછી સિંગાપુરથી સાન ફ્રાન્સીસ્કો ઈકોનોમી કલાસ જ હતી.
અમે લગેજ આપી સિક્યોરિટી કરાવી ગેઇટ સુધી પહોંચી ગયા. એરપોર્ટ એકદમ સૂનું હતું. આજ છેલ્લી ફલાઇટ હતી. જાણે ભૂતનું શહેર બની ગયું હતું. અમે અમારા વતન પાછા ફરી રહ્યા હતા. કારણકે ચાલીસ વર્ષથી તમે જ્યા રહો તે જન્મભૂમિ નહિ પણ કર્મભૂમિ તો બની જ જાય. ફલાઈટનો ગેઇટ ખુલ્યો. બિઝનેસ કલાસવાળાને પહેલા જવા દીધા. આ અમારી પહેલી ફલાઇટ હતી જે અમે બિઝનેસ કલાસમાં કરી હતી. કેવો સુખદ અનુભવ તે આવતા અંકે!!