ભારત પ્રવાસ 11
ભારત પ્રવાસ 11
અમે સેલ્ફ કોરેન્ટીન હતાં. અમારે કોઈને મળવાનું ના હતું. સવારથી સાંજ સુધી કોરોના ના સમાચાર જોયા કરતાં હતાં. અમેરિકામાં કોરોનાની સંખ્યા વધતી જતી હતી તેમજ મોતની સંખ્યા પણ!! અમારે આવે બે દિવસ થયા હતાં. કોરોના ની અસર વાળા પેશન્ટ 30,000 માંથી 50,000 થઇ ગયા હતાં. મૃત્યુની સંખ્યા હજાર નો આંકડો વટાવી ગઈ હતી. જિંદગી અને મોતની જંગ ચાલતી હતી. દિલમાં ડર બેસી ગયો હતો. કોને મરવું ગમે છે? રોજ એક મોતની સ્ટોરી સાંભળવા મળતી હતી. આજની સ્ટોરીમાં થોડી આશા જાગી હતી.
એક ડોક્ટર જે 35 વર્ષની હતી. તેના બે બાળકો હતાં. આ ડોક્ટર કોરોનાના પેશન્ટ ને ટ્રીટ કરતાં કોરોના લગાવી બેઠી હતી. તેણીએ એક વિડિઓ ઉતાર્યો. જેમાં તેણીએ પોતાંના બાળકોને સારા ઇન્સાન બનવાની સલાહ આપી હતી. બાળકો જે તેર વર્ષની દીકરી અને છ વર્ષ નો દીકરો. આ વીડિયોમાં એનો કંપતો અવાજ સાંભળી હું રડી પડી. એને ઇમરજન્સી માં લઇ ગયા તે પહેલા આ વિડીયો બનાવ્યો હતો. પણ ભગવાનની કૃપાથી એ બચી ગઈ ગઈ અને અત્યારે રિકવર થઇ રહી છે.
કોરેન્ટીનના વધારે કિસ્સા આવતાં અંકે