ભાઈ-બહેનના હેત
ભાઈ-બહેનના હેત
ભાઈ-બહેનની જોડીએ તો કુદરતી છે મઢેલી
અવની અને નિરજ ભાઈ-બહેન. તેમના હેત જાણે ઈશ્વરની ભેટ. નાનપણથી જ હંમેશા સાથે ને સાથે જ રહે. ક્યારેક નાનકડી મોજ મસ્તી કરે. બહેન રીસાઈ પણ ભાઈ એને તરત જ મનાવી લે. બહેન વિના ભાઈ ન જમે. ભાઈ વિના બહેન.
ભાઈ ગમે ત્યાં બહાર જાય પણ સાંજે વાળુનુ ટાણું થાય એટલે આવી જ જાય. બહેન મોટી થવા આવી. એના લગ્નની ઉંમર થવા આવી. બહેનને ચિંતા થવા માંડી કે હવે મારા ભાઈથી દૂર જવું પડશે. એના વિના મને જમાડે કોણ ?ભાઈ મારો હિરો તું છે મારો વિરો
અવનીના લગ્ન નક્કી થયા. અવની ખૂબ દુઃખી રહેવા લાગી. તેના ભાઈએ માંડીને વાત કરી. નિરજે વચન આપ્યું કે દર ભાઈબીજના દિવસે હું ચોક્કસ તારા ઘરે અને તારા હાથે જ જમીશ.
રોજ તો ભાઈ સાથે જમવા નહી મળે. પણ એક દિવસ તો જમી શકાશે એ આનંદે અવની ખુશ થઈ.
