STORYMIRROR

Ashvin Kalsariya

Romance Thriller

4  

Ashvin Kalsariya

Romance Thriller

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 9

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 9

7 mins
190

(આગળનાં ભાગમાં જોયું કે આર્ય એ કાયરા વિશે નાની નાની વાતો પણ એકઠી કરી હોય છે અને આર્ય એ એક સિક્રેટ રૂમ બનાવ્યો હોય છે તે રૂમમાં શું છે એ હજી કોઈને ખબર પડી નથી, આ તરફ કાયરાને રુદ્ર આરવે આપેલ એન્વલોપ આપે છે અને તેમાં ચેક અને ચિઠ્ઠીનીકળે છે, ચિઠ્ઠી વાંચીને કાયરા આરવ પાસે જાય છે અને તેને મળીને પહેલાં તેને તમાચા મારે છે અને ગળે વળગીને આઈ લવ યુ કહી દે છે, આ ઘટના બહુ બધી મૂંઝવણો ઉભી કરી છે તો જોઈએ આખરે આ ઘટના પાછળનો હેતુ શું છે)


મુંબઈની ઓપન કોફી શોપમાં એક ટેબલ પર કાયરા, આરવ, રુદ્ર અને ત્રિશા બેઠા હતાં, રુદ્ર અને ત્રિશા બંને આરવ અને કાયરાની સામે કયારના જોઈ રહ્યાં હતાં, એ બંનેની કોલર આંખોમાં થોડો ગુસ્સો પણ હતો.

“આ બધું શું છે કાયરા ? ” ત્રિશાએ ટેબલ પર હાથ મૂકતાં કહ્યું

“હા, આ બધું શું છે, બે દિવસમાં આટલો પ્રેમ ?” રુદ્ર એ આરવ સામે જોતાં કહ્યું

“એક્ચુલી, બે દિવસ થી નહીં પણ છ મહિનાથી.... ” કાયરા એ અચકાતાં કહ્યું

“છ મહિનાથ ? ” રુદ્ર અને ત્રિશા એકસાથે બોલી પડયાં.

“હા, છ મહિના પહેલાં ફેસબુક પર મળ્યાં હતા અને પછી ધીમે ધીમે વાતો વધતી ગઈ ” આરવે કહ્યું

“તે મને કયારેય આ વિશે ના કહ્યું” રુદ્ર એ કહ્યું

“હા, પણ હું તો ખાલી એક ફ્રેન્ડ તરીકે વાત કરતો હતો ” આરવે કહ્યું

“અચ્છા, તો કાયરા તે પહેલાં મને આ જણાવ્યું નહીં ” ત્રિશા એ કહ્યું

“અરે યાર અમે ખાલી ફ્રેન્ડ તરીકે જ વાતો કરતાં હતા પણ આરવની હરકતોથી મને ગુસ્સો આવતો હતો અને એટલે જ મે વાત કરવાનું બંધ કરી દીધું ” કાયરા એ કહ્યું

“કાયરા એ વાત કરવાની બંધ કરી દીધી એટલે જ હું ઈન્ડિયા આવ્યો” આરવે કહ્યું

“તો એ દિવસે કલબમાં ? ” ત્રિશાએ કહ્યું

“હા એ દિવસે મેં આરવને જોયો અને તેને જોઈને હું ખુશ પણ હતી પણ બીજી છોકરીઓ સાથે ફર્લટ કરતાં જોયો એટલે ગુસ્સો આવી ગયો” કાયરાએ આરવને ગાલ પર ટપલી મારતાં કહ્યું

“હમ, અનાથ આશ્રમમાં પણ આમ જ થયું હતું પણ પછી ઈગો વચ્ચે આવી ગયો” આરવે કહ્યું

“કાલ રુદ્રની ઓફિસમાં આરવને જોઈને હું બહુ ખુશ થઈ પણ જયારે ખબર પડી હજી એની લસ્ટ વચ્ચે આવે છે એટલે કાલ એને તમાચો માર્યો ” કાયરાએ કહ્યું

“તો આજ કેમ માર્યો” રુદ્ર એ કહ્યું

“આરવને સુધાર્યો મેં અને હવે એ અહીંથી જતો રહે અને બીજી કોઈ સાથે આઈ કાંટ લીવ વિથાઉટ વાળો ચુ**યાપા કરે તો મારું જને” કાયરાએ કહ્યું

“કાયરા આ હજી પણ નહીં સુધરે” રુદ્ર એ કહ્યું

“એવું નથી કાલ કાયરાનાં તમતમતા તમાચા ખાઈને અહેસાસ થયો આનો લવ કેટલો છે અને જો હવે કોઈ બીજી સામે જોયું તો આતો મારી જ નાખશે” આરવે કહ્યું

“આરવ, મને ખબર છે તું ફર્લટ કરવામાં બહુ એક્સપર્ટ છે એેટલે હું તારી આ મીઠી મીઠી વાતોમાં નહીં આવું” કાયરા એ કહ્યું

“વાહ, કાયરા આખરે તું બરાબર સમજી ગઈ આરવને ” રુદ્ર એ હસતાં હસતાં કહ્યું

“રુદ્ર તું મને રિલેશનશીપમાં સલાહ ન આપે તો સારું, કારણ કે સામે દરીયો હોય અને તું પાણી પીવા બીજે ફાંફાં મારે એટલો બેવકૂફ તો હું નથી” આરવે કહ્યું

“મતલબ???? ” રુદ્ર એ માથું ખંજવાળતાં કહ્યું

ત્રિશા એ ત્રાંસી નજર કરીને તેની સામે જોયું, આરવ અને કાયરા આ જોયને હસવા લાગ્યા. રુદ્ર બાઘાની જેમ બધા સામે જોવા લાગ્યો.

“અચ્છા રુદ્ર તને ત્રિશા કેવી લાગી” કાયરા એ કહ્યું

“ઠીક” રુદ્ર એ કહ્યું

“અરે કાયરા કહેવાનો મતલબ છે કે ફ્રેન્ડ તરીકે કેવી છે જો કોઈની લાઈફ પાર્ટનર બંને તો કેવું રહે” આરવે ચોખવટ કરતાં કહ્યું

“સારી છે ત્રિશા” રુદ્ર એ કહ્યું

“મતલબ તું લાઈક કરે છે? ” કાયરા એ કહ્યું

“હા લાઈક તો બધા કરતાં જ હોય” રુદ્ર એ કહ્યું

“મતલબ ખાલી લાઈક જ કરે છે ” આરવે કહ્યું

હવે રુદ્રને જવાબ આપવો મુશ્કેલ હતો. હા કહેવી કે ના હવે બહુ ધ્યાન રાખીને બોલવું પડે એમ હતું. ત્રિશા તો હવે એકીટશે રુદ્ર સામે જોઈ રહી હતી.

“એવું કંઈ નથી” રુદ્ર એ કહ્યું

“અચ્છા મતલબ બીજું કંઈ નથી ત્રિશા” આરવે ત્રિશાને કહ્યું

“ઠીક છે” ત્રિશાએ મોં ફૂલાવતાં કહ્યું

“યાર તમે શું ગોળ ગોળ વાત કરો છો” રુદ્ર એ કહ્યું

“ત્રિશા આ નહીં સમજે તારે જે કહેવું હોય એ કહી દે નહીં તો આખી જિંદગી જતી રહશે” આરવે કહ્યું

“રુદ્ર હું તને એટલું જ કહી આપણે પહેલીવાર મળ્યાં ત્યારે મેંટીસ કર્યું આપણી ચોઈસ એક સરખી જ છે અને મને તારા માટે ધીમે ધીમે થોડી ફીલિંગ આવવા લાગી અને મેં ઘણીવાર ટ્રાય કરી તને બતાવવાની પણ તું સમજયો જ નહીં, હવે હું સીધી રીતે જ કહું છું આઈ લવ યુ” ત્રિશાએ કહ્યું

આરવે અને કાયરા એ રુદ્ર સામે જોયું, રુદ્ર તો ખાલી ત્રિશાને જોઈ રહ્યો હતો. આરવે હાથ લંબાવ્યો અને રુદ્ર નાં ખભા પર મૂકયો, રુદ્ર ઝબૂકયો.

“આ.... આા..આરવ આ મને... ” રુદ્ર લથડાતાં બોલ્યો

“જો ભાઈ તને ગમતી હોય તો ઠીક બાકી રહેવા દે” આરવે મસ્તી કરતાં કહ્યું

રુદ્ર એ તરત ત્રિશા નાં હાથ પકડી લીધાં, રુદ્ર નાં હાથ ધ્રુજી રહ્યાં હતાં

“સોરી ત્રિશા પહેલીવાર છે એટલે હાથ ધ્રુજે છે, મારે પણ તને કહેવું હતું પણ ફ્રેન્ડશીપ તુટી જવાનાં ડરે.... પણ હવે તે કહ્યું એેટલે કહી દઉં છું કે આઈ લવ યુ ત્રિશા” રુદ્ર માંડ માંડ આટલું બોલ્યો

“ત્રિશા ખુશનસીબ છો કે આ અત્યારે આઈ લવ બોલ્યો નહીં તો તમારાં બંને ના છોકરા થઈ જાત પછી આ શાયદ બોલત ” આરવે મજાક કરતાં કહ્યું

“તારી જેમ નહીં હું સવારે કોઈ બીજી સાથે રાતે કોઈ બીજી સાથે, ત્રિશા પહેલી અને છેલ્લી છે મારી લાઈફમાં ઓકે” રુદ્ર એ કહ્યું

“તો ભાઈ હવે કાયરા પણ પહેલી અને છેલ્લી છે મારી લાઈફમાં” આરવે કાયરાનો હાથ પકડતાં કહ્યું

“આરવ તને ખબર છે બે દિવસ પછી શું છે? ” ત્રિશાએ કહ્યું

“બે દિવસ પછી??? ” આરવ આટલું બોલીને વિચારવા લાગ્યો

“અરે કાયરા બર્થડે છે” ત્રિશાએ કહ્યું

“ઓહહ, તો પછી બહુ મોટું સેલિબ્રેશન થશે” રુદ્ર એ ખુશ થતાં કહ્યું

“હા, પણ આપણે બહુ મોટી પાર્ટી નહીં કરીએ” આરવે કહ્યું

“તો શું કરવાનો પ્લાન છે” કાયરા એ કહ્યું

“કાયરા, તારો બર્થડે એક બહુ મોટો અવસર છે તારી નવી બુકની પબ્લિસિટી કરવા” આરવે કહ્યું

“હવે બિઝનેસ માઈન્ડ બોલ્યું” રુદ્ર એ આરવની વાત સાંભળીને તરત જ કહ્યું

“મતલબ સમજાયો નહીં” ત્રિશાએ પ્રશ્નાર્થ ભાવાર્થ સાથે કહ્યું

“કાયરાના બર્થડે પર આપણે તેની નવી બુકનું કવરપેજ લોન્ચ કરશું, મોટા મોટા લોકો અને મીડિયા વચ્ચે કાયરાના બર્થડે પર એનું કવરપેજ લોન્ચ થશે એટલે મીડિયા વાળા આ વાત થોડી વધારીને બતાવશે અને આ બુકને મફતમાં પબ્લિસિટી મળી જશે” આરવે કહ્યું

“સાચી વાત છે આરુ, કાયરા તું તારી બુકની એક કોપી મને આપ એેટલે હું તેને મારા રેકોર્ડ માં લગાવી દઉં અને તારા બર્થડે પર મારા પ્રોડક્શન હાઉસની હેઠળ તેને પ્બલીશ કરવાની એનાઉન્સમેન્ટ કરી દેશું” રુદ્ર એ કહ્યું

“પણ આટલી જલ્દી આ બધું કરવું ઠીક રહેશે ? ” કાયરા એ કહ્યું

“કાયરા આ એક સારો ચાન્સ છે પબ્લિસિટી માટેનો આ ચૂકવો જોઈએ નહીં” રુદ્ર એ કહ્યું

કાયરાને આ બધાની વાત ઠીક લાગી, તે ચારેય હવે કંઈ રીતે બધુ કરવું તેનું પ્લાનીંગ કરી રહ્યાં હતાં, કોફીશોપમાં તે લોકો બેઠાં હતાં ત્યાં થી થોડે દૂર એક પીલર હતો અને કાયરાની નજર વારંવાર ત્યાં જતી હતી અને આખરે કાયરા ઊભી થઈ અને તે પીલર પાસે ગઈ, તેણે જોયું તો ત્યાં કંઈ ન હતું, અચાનક તેનાં ખભા પર કોઈએ હાથ મૂકયો અને કાયરા થોડી ઝબૂકી, તેણે પાછળ ફરીને જોયું તો આરવ હતો.

“શું થયું ? અહીં કેમ આવી ? ” આરવે કાયરાને પૂછયું

“કંઈ નહીં મને એમ લાગ્યું કે અહીં કોઈ ઉભું છે અને આપણાં પર નજર રાખી રહ્યું છે ” કાયરા એ ચહેરા પરનો પરસેવો લૂછતાં કહ્યું

“અચ્છા, પણ હવે તું ચિંતા ના કર, તારા પર હવે મારા સિવાય કોઈ નજર નહીં નાખે” આરવે કાયરાની નજીક જતાં કહ્યું

“બસ, કન્ટ્રોલ કર, ફર્લટ ના કર મને તારી બધી ખબર છે ” કાયરા એ તેને ધીમેથી ધક્કો આપતાં કહ્યું

સાંજનો સમય હતો, આર્ય ફરી રૂમમાં આવ્યો, હજી રૂમમાં અંધારું જ હતું, હજી આર્ય ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, તે ફરી એ બોર્ડ પાસે ગયો અને તેણે હવે એ બોર્ડ પર આરવ ફોટો લગાવ્યો.

“કાયરા મહેરા, હવે ગેમમાં મજા આવશે, આખરે તને લવ થયો, જયારે લવ થાય તો એની પાછળ લસ્ટ જરૂર આવે છે, બસ હવે થોડાં દિવસો જ છે પછી હું મારી સૌથી પહેલી ચાલ ચાલી અને તને એવી માત આપી કે જે તે કયારે વિચારું જ નહીં હોય, તારી અને આરવની લવ સ્ટોરી મારું સૌથી મોટું હથિયાર છે, આ હથિયારથી તારી જીંદગીમાં એવી તબાહી મચાવી કે ન તો તારી બુક પ્બલીશ થશે અને અત્યાર સુધી તેજે મેળવ્યું એ બધું ગુમાવી બેસી” આર્ય એ કહ્યું

આખરે આરવ અને કાયરા લવ સોશિયલ મીડિયાથી શરૂ થયો હતો પણ મારું માનવું છે કે સોશિયલ મીડિયાથી થયેલો લવ બહુ ટકી ના શકે, રુદ્ર અને ત્રિશા એ પણ એકબીજાને પોતાની ફીલિંગ કહી, પીલર પાછળ કોઈ હતું કે પછી એ કાયરા ભ્રમ હતો, આખરે આર્ય એ પોતાનો મંતવ્ય દર્શાવી જ દીધો, તે ન તો કાયરાની બુક પ્બલીશ થવા દેવા માંગે છે અને તે કાયરાને બરબાદ કરવા માંગે છે, પણ એ લવને કંઈ રીતે હથિયાર બનાવશે ????, પ્રેમ કોઈ માટે હથિયાર બની શકે છે?? અને આ આર્ય છે કોણ? તે અંધારામાં જ રહીને પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે, આખરે આ ચહેરો કોનો છે??, તમને શું લાગે છે આર્ય કોણ હશે ?, જો તમને ખબર હોય તો મને જરૂર જણાવજો, જોઈએ આખરે તમારા મતે આર્ય કોણ છે?, નહીં તો વાંચતા રહીએ, “બેંઈતહા - લવ, લસ્ટ એન્ડ યારી”

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance