Mariyam Dhupli

Inspirational Others

2  

Mariyam Dhupli

Inspirational Others

બેડ ટાઈમ સ્ટોરી

બેડ ટાઈમ સ્ટોરી

2 mins
677


"આખો દિવસ હું નોકરી અને ઘર બન્ને કુશળતાથી સંભાળી શકું છું. તો શું મારા બાળકને એકલા હાથે ન સંભાળી શકું ? આધુનિક સમયની આધુનિક મા છું અને બાળઉછેરની આધુનિક પદ્ધતિઓથી પણ સંપૂર્ણ માહિતગાર. આખા દિવસના થાક પછી ભલે એને વાર્તા ન સંભળાવી શકું. પણ દેખાડી તો શકુ જ. બેડ ટાઈમ સ્ટોરીઝની કેટલી બધી એપ્પ માર્કેટમાં ઉપલબ્ધ છે. આજની વેબ પેઢીનું બળક વાર્તા સાંભળવા માટે દાદીનું ઓશિયાળું ન રહે."


કાવેરીની વાત પાછળનો ઠપકો સમજી ગયેલા વિનોદે દર વખતની જેમ એના શબ્દોને મહત્વ આપવાનું જરૂરી ન સમજ્યું. એનું ધ્યાન કાવેરી ઉપર નહીં, સામે પથારી ઉપર મમ્મીના મોબાઈલમાં બેડ ટાઈમ સ્ટોરી નિહાળી રહેલ પોતાના છ વર્ષના ભૂલકા ઉપર સ્થિર હતી. અંતિમ કેટલીક મિનિટથી મોબાઇલમાંથી કોઈ સ્વર બહાર આવી રહ્યો ન હતો. પોતાના ભુલકાની કીકીઓમાં કોઈ પણ પ્રકારની હલનચલન દેખાઈ રહી ન હતી. આંખો મોબાઈલની સ્ક્રીન ઉપર એકજ દિશામાં વિસ્મયથી સ્થગિત હતી. અરીસામાં વાળ સરખા કરી રહેલી કાવેરીનું ધ્યાન આ બધી વિગતોથી તદ્દન અજાણ હતું.

વિનોદનો હાથ ગંભીર સ્વર જોડે આગળ લંબાયો.


"જોઉં કઈ વાર્તા સાંભળી રહ્યો છે ?"

ભુલકાના હાથમાંથી પરત મળેલ મોબાઇલની સ્ક્રીન નિહાળતાંજ વિનોદનો પારો છટક્યો .

"જા દાદીમા તને વાર્તા સંભળાવશે ...."

વિનોદનો ક્રોધિત ચ્હેરો નિહાળી માસુમ ડગલાં દાદીના શયનખંડ તરફ દોડી ગયા. કાવેરીની સહનશીલતા ચરમસીમાએ પહોંચી. ચ્હેરો ગુસ્સાથી લાલપીળો થઇ ઉઠ્યો. એની ક્રોધિત પ્રતિક્રિયા આગળ વધે એ પહેલાજ વિનોદે તિરસ્કાર જોડે એના હાથમાં મોબાઈલ થમાવી દીધો. મોબાઈલની સ્ક્રીન ઉપર વાયરસ દ્વારા ઉપસી આવેલી નગ્ન તસ્વીર હજી પણ અકબંધ હતી. 

એક પણ શબ્દ આગળ ઉચ્ચાર્યા વિના એ મોડર્ન મા એ શીઘ્ર પોતાના સ્થગિત મોબાઈલને સ્વિચ ઓફ કરી નાખ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational