બે મુઠ્ઠી લોટ!
બે મુઠ્ઠી લોટ!
નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ અમેરિકાથી પધારેલ દીપેશભાઈ એ કહ્યું: “પરદેશમાં ચાલીસ વર્ષ વિતાવ્યા બાદ પણ મા-ભોમ, દેશવાસીઓની યાદ આવે છે અને અમો દરવર્ષે આ ભૂમીપર આવી આનંદ અને મજા માણીએ છીએ. તમો સૌનો સ્નેહ-પ્રેમ લાગણી જોઈ એક અનેરો આનંદ આવે છે. ” નેત્રયજ્ઞના આયોજક યોગેશભાઈ સ્વાગતના બે શબ્દો બોલતા કહ્યું: “મિત્રો, પરદેશમાં વર્ષોથી વસતા દીપેશભાઈ અને રાખીબેનની આપણા પ્રત્યેની લાગણી અદભૂત છે..નેત્રયજ્ઞને સ્પોન્સર કરી જે ગરીબ જનતાને વિનામુલ્યે આંખની સારાવાર, મોતીયાનું નિદાન થાય એ એક અનોખું દાન કરે છે, તેમજ ગરીબો માટે રોજ રામ-રોટી આપવા એક લાખ રૂપિયાનું સંસ્થાને દાન આપેલ છે એ માટે ભગવાન એમને વધારે બરકત આપે એવી પ્રાર્થના. આવા શુભકાર્ય કરવા બદલ સંસ્થા દીપેશભાઈ અને રાખીબેનના આભારી છે.
આજુબાજુના ગામડામાંથી..ગાડામાં, બસમાં લગભગ ૩૦૦થી વધારે દર્દીઓ આંખ તપાસવા ઉમટી પડ્યા. આંખના નિશ્રણાંત ડૉ.પડ્યા સાહેબ અને એમની ટીમ એક પછી એક દર્દીને તપાસતા હતાં અને સાથો સાથ જરુરિયાત પ્રમાણે આંખના ટીપા અને નિદાન કરી રહ્યાં હતાં.. ચાલીસથી વધારે દર્દીઓને મોતીયાનું ઑપરેશન કરાવવું જરૂરી લાગ્યું. ‘ડાકટર સા’બ..આ ડાબી આંખમાં જરી પણ દેખાતું નથી અને જમણી આંખે બહું ઓસુ દેખાઈ..કાઈ એવી દવા આપો..જેથી બે-ટંક રોટલા તો ટીપી સકુ.’ ૮૦વર્ષના માજી ધ્રુજતા, ધ્રુજતા માંડ માંડ બોલી શક્યા..
માજી તમારે કોઈ છૈયા-છોકરા નથી?
બાપલા..મે બે મોટા પાણા જણ્યા સે..હાવ..નકામા..સ..
એક ઝોપડીમાં રવસુ..ને બે ટંક પેટ ભરાઈ આટલું કમાઈ લવસુ..
તમો અહી કેવી રીતે આવી શક્યા?
બાજુમાં બાર વરહનો રમણીયાને કહ્યુ કે બે રુપિયા આપું તું મને તારા બઈક પર ડાકટર પાહે લઈજા..
પૈયા આપ્યા એ રાજી, રાજી.થોડા..માટી ઢેભા નડ્યા..પણ અહી આવી ચડીયા..
‘માજી..તમારી મંછીવહું.’ રમણિયાએ મોબીલ ફોન આપતા કહ્યું..
‘હાલો.’
મને થોડી ઘર આવતા સાજ પડી જસે..
તું..મારા માટે બે રોટલા ટીપી રાખ..જે..
પણ..
પણ હુ..
હા..હા..હું પાસી આવી બે રૉટલાનો બે મુઠ્ઠી લોટ તને આપી દઈસ..પસી કઈ..!
પરદેશથી પધારેલ દીપેશભાઈ તુરત ગળગળા થઈ બોલી ઉઠ્યા: “મારો દેશ..મારી જન્મભૂમિ જ્યાં પોતે ભૂખ્યા રહી મહેમાનને જમાડે,,ત્યાં આજ જન્મ આપનાર જનેતાને..રૉટલા ઘડવા પોતાના છોકરાની વહુને બે મુઠ્ઠી લોટ આપવો પડેછે!!
