STORYMIRROR

Kanala Dharmendra

Horror Inspirational

3  

Kanala Dharmendra

Horror Inspirational

બધું જ આપી દઉં

બધું જ આપી દઉં

1 min
371

"તમને એટલો પ્રેમ કરું છું કે મારુ હદય તો શું હું તો તમને બધું જ આપી દઉં." સ્મિતાએ હસતાં-હસતાં કહ્યું. પર્વને આવી બધી રોમાન્ટિક વાત હાસ્યાસ્પદ લાગતી એટલે એ આ વખતે પણ હસ્યો. જોકે સ્મિતા જે કહે તે બધું જ કરી બતાવતી. પ્રપોઝ પણ સ્મિતાએ જ કરેલું. તેના પ્રેમલગ્ન વખતે પણ સમાજ અને સંબંધીઓની વિરુદ્ધમાં પર્વના પક્ષે એજ ઢાલ બનીને ઉભી રહી હતી. લગ્નજીવન બાદ પણ લગભગ બધી જવાબદારી સ્મિતાએ જ નિભાવી હતી. છતાં સ્મિતા સદા હળવા મૂડમાં જ જોવા મળતી અને પર્વ ભારેખમ.


પર્વને હદયની તકલીફ થઈ ત્યારે તે ખૂબ ભાંગી પડેલો. આ સમયમાં તેને સ્મિતાએ જેટલો ખુશ રાખી શકે એટલો રાખ્યો.

આજે તેમના લગ્નજીવનની સુવર્ણજયંતિ હતી. સ્મિતાના ચહેરા સામે જોઈ પર્વએ પોતાનો દિવસ શરૂ કર્યો. આખો દિવસ બાળકોના બાળકો સાથે આંનદ કર્યાં બાદ સાંજે સ્મિતાની તસવીર પર સુખડનો હાર બદલતી વખતે પર્વને સ્મિતાના શબ્દો,"તમને એટલો પ્રેમ કરું છું કે મારુ હૃદય તો શું હું તો તમને બધું જ આપી દઉં", યાદ આવી ગયાં. તેની આંખો ભરાઈ આવી અને તેનો હાથ તેની છાતીની ડાબી બાજુએ ફરવા લાગ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Horror