બાળઉછેર
બાળઉછેર
અનિલભાઈ અને મુકેશભાઈ એક દિવસ વાત કરતા હતા. ત્યારે મહેશભાઈએ પૂછ્યું, બાળકોનો સારો ઉછેર કરવા શું કરવું જોઈએ.
અનિલભાઈ અને અંજનાબેનના હમણાં નવા નવા જ લગ્ન થયાં હતાં. તેની પરિસ્થિતિ સામાન્ય હતી. અનિલભાઈ એક કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે તેમની પત્ની ગૃહિણી છે.
સમય જતાં તેમના ઘરે એક દીકરી અને દીકરાનો જન્મ થયો. નાનપણથી જ તેમને બાળકોમાં સંપત્તિ નહિ પણ સંસ્કારોનું વાવેતર કર્યું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની બહાદુરી,રામ કૃષ્ણની ધાર્મિક વાર્તાઓ. બાળપણમાં એને રોજ સંભળાવતા.
અંજનાબેન પોતાનો સંપૂર્ણ સમય પોતાના બાળકો પાછળ જ પસાર કરે. શાળામાંથી ઘરે આવ્યા બાદ શાળાનું ગૃહકાર્ય, નવી નવી પ્રવૃત્તિ. સ્વનિર્ભર બનવાની કેળવણી આપે.
"બાળકોને નાનપણમાં સંપત્તિ નહિ સંસ્કાર આપો."
