બાળપણ
બાળપણ
" તારો થપ્પો તારો થપ્પો..." બહાર જોરશોરથી બૂમો સંભળાતી હતી. રાજવીએ બાલ્કનીમાંથી જોયું તો નાના બાળકો સંતાવા'દા રમી રહ્યાં હતાં.
રાજવી પરણીને આવી હજુ પંદર દિવસ જ થયાં હતાં. લગ્ન પછી કુળની પરંપરા પ્રમાણે કુળદેવીનાં દર્શન, છેડાછેડી છોડવા, પરિવારજનોને ત્યાં મળવાં જવું. એ બધું પૂરૂ થતાં પતિ આજે કામ પર ગયા અને રાજવી બપોરે ઘરકામથી પરવારી બેડરૂમમાં આરામ કરવાં આવી. મોબાઈલ જોતાં જોતાં આંખ કયારે મીંચાઈ ગઈ ખબર ન રહી. અચાનક બાળકોનાં કોલાહલથી તે ઝબકીને જાગી ગઈ.
દાદર ઉતરી તે બાળકો રમતા હતાં ત્યાં આવીને ઊભી રહી.
તેને થયું હું પણ આ બાળકો સાથે રમવા માડું...
અપર માની છાયામાં જે બાળપણ ખોયું છે, તે બાળપણ આજ માણી લઉ.
પણ તેના પગ થંભી ગયાં.
પહેલા અપર મા અને હવે સાસરવાસ...!
