બાળમજૂરી
બાળમજૂરી
અંકિતભાઈ એક કંપનીમાં નોકરી કરતા હતા. તેમજ સામાજિક કાર્યકર હતા. તેઓ સમાજમાં થતાં કાર્યમાં ભાષણ આપવા જતા હતા. ને એક પુત્ર હતો. તેમનું નામ આદિ હતું.
એક દિવસ અંકિતભાઈ એક બાળમજૂરી વિરોધી ટોળકીમાં નારા લગાવી રહ્યા હતા. તેમજ લોકોને સમજાવી રહ્યા હતા કે બાળમજૂરી એક ગુનો છે. દરેક બાળકને જીવવાનો અધિકાર છે. અને લોકો સમક્ષ બાળમજૂરી રોકવા સમજ આપી રહ્યા હતા. ત્યારપછી તે અને તેના મિત્ર ગાડી પર ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં જોયું કે અંકિતભાઈનો પુત્ર એક ભંગારવાળાની દુકાને ભંગાર ભેગો કરી રહ્યો હતો. આ જોઈ અંકિતભાઈના મિત્ર તેમની સામે જોતા જ રહ્યા.
