Prakruti Shah 'Preet'

Tragedy Inspirational Children

4  

Prakruti Shah 'Preet'

Tragedy Inspirational Children

બાળમજૂર

બાળમજૂર

1 min
230


  શાળામાં ચિત્રસ્પર્ધામાં આપેલ વિષયો પૈકી એક વિષય હતો - બાળમજૂરી. ઘણાં વિદ્યાર્થીઓએ બાળમજૂરી વિષય પર ચિત્રો દોર્યા - ચ્હાની કીટલી પર કામ કરતો ટેણિયો, છાપાં નાખતો છોટુ, સિગ્નલ પર ગાડી સાફ કરતાં અને વસ્તુઓ વેચતાં બાળકો.

દસ વર્ષનાં એક વિદ્યાર્થીએ દોરેલ ચિત્ર, સ્પર્ધાનાં નિષ્ણાત નિર્ણાયકોને હચમચાવી ગયું. એ ચિત્રમાં એક બાજુ કચરો વીણતી એક છોકરીનાં ખભે કોથળો અને બીજી બાજુ શહેરની પ્રતિષ્ઠિત શાળામાં જતો બાળક જેનાં ખભે તેનાં વજન કરતાં વધારે ભાર ધરાવતું દફતર હતું. ચિત્રનું શીર્ષક હતું - બાળમજૂર.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy