nayana Shah

Inspirational Children

4  

nayana Shah

Inspirational Children

બાળકો

બાળકો

2 mins
468


ઉર્વેશને જયારે વેદાંતના શિક્ષકની ચિઠ્ઠી મળી ત્યારે એ દીકરા વેદાંત અને વંદના પર બરાબર ગુસ્સે થયો હતો. બાળકો સ્કૂલમાં આટલું બધું તોફાન કરે તો કઈ રીતે ચાલે ! ઉર્વેશ ગુસ્સામાં હતો. નક્કી જ કરેલું કે ઘેર જઈને બંને બાળકોને મારશે.

એ જયારે ઘેર પહોંચ્યો ત્યારે એની નાની બહેન સાસરેથી આવી હતી. મોટાભાઈના ગુસ્સાનું કારણ જાણી એ ખડખડાટ હસી પડી. મોટાભાઈ આ તમે બોલો છો ? કે પછી તમારુ બાળપણ તમને હાથતાળી આપીને જતું રહ્યું એનું દુઃખ છે ? બાળકો કલાસમાં વાતો કરતા હતા. અને તેમના વર્ગ શિક્ષક એને મારવા દોડયા તો બધી બેંચ ભેગી કરીને શિક્ષકને ક્લાસમાં દોડાવ્યા. ચાલુ પિરીયડે બંને બાળકો મોબાઇલ જોતાં પકડાયા. એ તો બાળસહજ ચેષ્ટાઓ છે."

અરે નાનકી ગયા અઠવાડિયે એમની પરિક્ષા હતી અને સ્કૂલે ના ગયા. સ્કૂલમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આજે પરિક્ષા હતી એ વાત એ લોકો ભૂલી ગયા હતા."

"મોટાભાઈ છતાંય બંને જોડકાં બાળકો પહેલો બીજો નંબર લાવે છે. બાળકોમાં નિર્દોષતા હોય છે. કોઈ જાતની ચિંતા નથી હોતી. બાળકોને લઢીને કે મારીને એમની પાસેથી એમનું બાળપણ છીનવી લેવાનો આપણને કોઈ હક નથી. બાળકો છે તો સોસાયટીમાં શોરબકોર છે, નહિ તો સોસાયટીમાં સ્મશાનવત્ શાંતિ હોય.

બાળક બનવાનું તો ઈશ્વર પણ પસંદ કરે. તમે એને મારશો તો પણ એ તમારી પાસે આવીને જ રડશે. બાળક તો કુમળા છોડ જેવું છે જેમ વાળો એમ વળે. હું તો એટલુંજ કહીશ કે બાળક ધાકધમકી કે મારઝૂડ કરવાથી જુઠું બોલતાં શીખશે. સાચી વાત આપણાંથી છૂપાવશે. બાળકોને તમે મિત્ર બનાવો અને પ્રેમથી સમજાવો."

"મોટાભાઈ, તમને યાદ છે કે તમે પણ જયારે બાળક હતા ત્યારે છાનામાના પપ્પાના સ્કુટરની ચાવી લઈને સ્કુટર લઈને સ્કૂલે જતાં હતાં ત્યારે તમારી પાસે લાયસન્સ પણ ન હતું. પોલીસે તમને પકડ્યા ત્યારે તમે સ્કુટર ભગાવી મારેલું. પરંતુ "ડેડ એન્ડ" આવતાં તમે પકડાઈ ગયા હતાં. પછી તમે પપ્પાને ફોન કરેલો પપ્પાએ ગમે તેમ કરી તમને છોડાવ્યા અને તમને પ્રેમથી શિખામણ આપી હતી. ત્યારબાદ તમે લાઈસન્સ આવ્યા બાદ જ સ્કુટર ચલાવેલું. એટલુંજ નહિ પપ્પાએ લાયસન્સ મળ્યું એ જ દિવસે તમને સ્કુટર લાવી આપેલું."

જે કામ પ્રેમ કરે એ કામ ગુસ્સો કે મારપીટ ના કરે. એ વાત ઉર્વેશને બરાબર સમજાઈ ગઈ હતી. આ બધું વિચારતાં એવું લાગતું હતું કે એ પણ બાળક બની ગયો હતો.

બાળક એટલે જ જાણે કે નિર્દોષતાનો પર્યાય. અત્યારે એને લાગતું હતું કે સમય થંભી જાય અને એનું બાળપણ પાછું આવે અને એ બાળક બની જાય તો કેવું સારું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational