STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Comedy Drama Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Comedy Drama Others

બાબાએ મારી એન્ટ્રી

બાબાએ મારી એન્ટ્રી

1 min
147

આજે મોલમાં એક કરિયાણાની દુકાનમાં સંતુર મમ્મી અને પિયર્સ મમ્મી ભેગાં થઈ ગયા.

બેઉ એકબીજાને જોતાવેંત ઓળખી ગઈ....અને ત્યાંજ બેઉની દીકરીઓ દૂરથી બૂમ પાડતી દોડી આવી મમ્મી...!

આસપાસના લોકો આ જોઈને આશ્ચર્યથી બોલી ઉઠ્યા... મમ્મી..?

સંતુર મમ્મી એ કહ્યું કે સંતુર સાબુથી મારી ત્વચા એકદમ સુંદર નરમ મુલાયમ રહે છે અને...એમાં હળદર અને ચંદન...

ત્યાં વચ્ચે જ એની વાત કાપતા પિયર્સ મમ્મી બોલી મારો પિયર્સ સાબુ તો એટલી સુંદરતા આપે છે કે... 

મારી તો મારી દીકરી પણ બીજા આડોશ પાડોશ ના છોકરાં પણ આંખો બંધ કરીને સવારમાં મારો ચહેરો જોવા આવે છે...બોલ..

ત્યાંજ ભીડમાંથી એક બેન આગળ આવ્યા અને બોલ્યા રહેવા દો રહેવા દો જોયા મોટા સુંદરતાવાળા..એ ડવ મમ્મી હતા. એ બધાને તો ગુડલક માટે આવે છે તમારો ચહેરો લકી છે એટલે. બાકી મારા ડવ સાબુ જેટલો સોફ્ટ એકેય નથી અને એમાં કોઈ હાનિકારક રસાયણ પણ નથી. મારે તો મારો દીકરો પણ કહે છે મમ્મા સોફ્ટ સોફ્ટ.

આ બધી મગજમારી ચાલતી હતી, ત્યાં એજ દુકાનની ટીવી સ્ક્રીન પર એક સુંદર દૃશ્ય દેખાયું..

સુંદર લાંબા કાળા ભમ્મર વાળ ને નદીમાં નાહીને ઝટકોરતી એક...સ્..ત્..રી..અરે..! અરે..! ના આ તો બાબાજી...!

"આપ અપને પરિવાર ઔર માસૂમ બચ્ચોં કો મિલાવટ કે જહર સે બચાઈએ, ઔર પતંજલિ પ્રોડક્ટ કો અપનાઈએ.

મેરે કાલે ઘને લંબે બાલો કા રાઝ હૈ..! પતંજલિ શેમ્પૂ..!

પતંજલિ બ્યુટીસોપ..ઔર..,

બધી મમ્મીઓ એકસાથે દુકાનદારને....

"ભાઈ જરા ટીવી બંધ કરીને ધંધામાં ધ્યાન આપો...!"


Rate this content
Log in

Similar gujarati story from Comedy