STORYMIRROR

Nayanaben Shah

Romance

3  

Nayanaben Shah

Romance

અવલંબન

અવલંબન

4 mins
11

નૂપુરની આંખોમાં આંસુ સૂકાતાં ન હતાં. નિસર્ગને એ બંને એકબીજાને કેટલો પ્રેમ કરતાં હતાં ! નાનપણથી બંને જોડે અને જોડે જ રહેતાં હતાં. ઉંમરના એક પડાવ પછી બંને જણાંએ પ્રેમનો એકરાર કરી લીધો. એ સામે ઘરનાને વાંધો લેવાનું કારણ ન હતું તેથી એટલું જ કહ્યું કે,"સારૂ થયું, સોનામાં સુગંધ ભળી ગઈ. "વર્ષોથી બંને કુટુંબ એકબીજાથી પરિચિત હતા. એમાંય નૂપર અને નિસર્ગના મન મળી ગયા હતા. તેથી તો બંને કુટુંબને ખાતરી હતી કે એમની જિંદગીમાં સુખ સિવાય બીજું કંઈ જ પ્રવેશી ના શકે. બંને કુટુંબ એકબીજાની ખાસિયત અને ખામીઓથી પરિચિત હતા.

બંને જણાંએ જોડે જ ભણવાનું પુરૂ કર્યું. નૂપુરને તો કેમ્પસ ઈન્ટરવ્યુમાં સારી નોકરી મળી ગઈ. પરંતુ નિસર્ગે નોકરી ના સ્વીકારી. એ કહેતો, "નૂપુર, મારે તો પરદેશ જઈને ડોલર કમાવા છે. હું પરદેશ જવાની પરિક્ષા આપીશ. હું ત્યાં જઈને તને બોલાવી લઈશ. પછી તું મારા ઘરની નહીં પણ મારા દિલની રાણી બનીને રાજ કરજે. આપણા બાળકોને ઉછેરજે. કુદરતે તો આપણું સર્જન એકબીજા માટે જ કર્યું છે. "

નિસર્ગની મહેનત રંગ લાવી. એને સાત બેન્ડ મળ્યા. નિસર્ગની જવાની તૈયારીઓ થવા લાગી. એ માટે એના માબાપે બેંકમાંથી લોન લીધી. જો કે નિસર્ગે કહ્યું,"તમે ચિંતા ના કરતાં હું તો ત્યાં કમાવા જ જઉં છું. દર મહિને હું પૈસા મોકલતો રહીશ. બધી લોન ભરપાઈ થઈ જશે. "

માબાપે પણ કહ્યું,"બેટા,અમને તારી પર વિશ્વાસ છે. પણ તું તારી તબિયત સાચવજે. "જો કે જતાં પહેલાં નૂપુર અને નિસર્ગના લગ્ન કોર્ટમાં નોંધાવી દીધા હતા. પરંતુ નૂપુરને નોકરીમાં બે વર્ષનું બોન્ડ હતું. તેથી જ નૂપુરે કહ્યું,"નિસર્ગ,તું બેફિકર જા. હું તારા મમ્મી પપ્પાની સંભાળ રાખીશ. બે વર્ષનો સમય તો ક્યાંય પસાર થઈ જશે. "

પંદર દિવસ બાદ એક રાત્રે નિસર્ગે નૂપુરને ફોન કર્યો ત્યારે એના ધ્રૂસકા સતત ચાલુ રહ્યા. આખરે એણે કહ્યું,"નૂપુર,અહીં પુષ્કળ"સ્નો ફોલ" થઈ રહ્યો છે. અહીંની ઠંડી પણ મારાથી સહન થતી નથી. હું બહાર નીકળવાની હિંમત જ નથી કરી શકતો તો નોકરી માટે ક્યાં પ્રયત્ન કરૂ ? હું જાણુ છું કે મારા માબાપની એવી સ્થિતી નથી કે લોન ના હપ્તા ભરી શકે. આ રીતે તો મારા લાવેલા ડોલર પણ ખલાસ થઈ જશે. "

"નિસર્ગ,આપણે બંને ક્યાં જુદા છીએ ? મારા પગારના પૈસાથી બેંકની લોનના હપ્તા હું ભરીશ. હા,અને છતાં પણ તને એવું લાગતું હોય કે આટલી ઠંડીમાં તું નહીં રહી શકે તો પાછો આવી જા. "

"હું શું કરૂ એ જ મને સમજાતું નથી. એક તો સતત વરસાદ પડે છે. આટલો વરસાદ મેં ક્યારેય જોયો નથી. "નૂપુર આશ્વાસન આપતી રહી એટલું જ નહીં એના પગારમાંથી લોનના હપ્તા ભરતી રહી. મારા મહિના બાદ નિસર્ગનો ફોન આવ્યો કે,"ધીરે ધીરે હું અહીંની ઠંડીથી ટેવાતો જઉં છું. મને નોકરી મળી ગઈ છે. પરંતુ અહીં "સ્નો ફોલ"બાદ બરફ એકદમ કઠણ બની જાય છે. સાચવીને ચાલવું પડે છે. અહીંથી"પબ્લીક ટ્રાન્સપોર્ટ" સુધી જવામાં તકલીફ પડે છે પછી વાંધો નથી આવતો. બસ,હવે થોડા સમયમાં હું કાર લઈ લઈશ. પગાર તો ઘણો સારો છે. હા,અને તું અહીં આવે એ પહેલાં ડ્રાઈવીંગ શીખીને ઈન્ટરનેશનલ લાઇસન્સ લઈને આવજે. ત્યારબાદ તું અહીંનું લાયસન્સ પણ લઈ લે જે. "

સમય વિતતો જતો હતો. બે વર્ષ તો ક્યાંય પસાર થઈ ગયા. એ દરમિયાન નિસર્ગ પૈસા મોકલતો રહ્યો. બેંકની લોન ભરપાઈ થઈ ગઈ. એણે કાર પણ લઈ લીધી.

નૂપુર આવી ત્યારે બહુ જ ઠંડી અને વરસાદ ચાલુ હતો. નૂપુર ગભરાઈ ગઈ હતી. ઠંડી તેનાથી પણ સહન થતી ન હતી. ભારતમાં તો એ સૂઈ ગઈ હોય અને રજાઈ નીકળી ગઈ હોય તો એના પપ્પા રાતના આવીને ઓઢાડી જતાં. અહીંની ઠંડીમાં એને સતત ભારતમાં રહેતાં મમ્મી પપ્પા યાદ આવતાં. શિયાળામાં ચામડી ડ્રાય થઈ જતી. પગે વાઢીયા પણ પડ્યા હતા. ત્યાં તો એની મમ્મી એના પગના તળિયે માલિશ કરી આપતી તથા વાઢિયા પર મલમ પણ લગાડી આપતી.

થોડા દિવસ બાદ એને વિચાર આવ્યો કે જો મારે પતિ સાથે અહીં જ રહેવાનું છે તો આ વાતાવરણથી ટેવાવું જ પડશે. તેથી જ એક દિવસ એ બુટ પહેરીને બહાર નીકળી ત્યારે એના બુટમાં સ્નો ભરાઈ ગયો. પરિણામસ્વરૂપ એ બે દિવસ ઊઠી પણ ના શકી.

નિસર્ગે કહ્યું,"મને તો કહેવું હતું તો હું તને કહેત કે,આ સિઝનમાં આ બુટ નહીં ચાલે. હાલ તો એન્કલથી પણ બેચાર ઈંચ ઊંચા હોય એવા બુટ પહેરવા પડે. "નૂપુર કંઈ બોલી ના શકી. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો.

નૂપુર બોલી,"હવેથી હું કારમાં જઈશ. મારી પાસે લાયસન્સ પણ છે. "

નિસર્ગ નૂપુર સામે જોઈ બોલ્યો,"મહેરબાની કરી એવું કંઈ જ ના કરીશ. કારણ કે મેં હજી ટાયર બદલ્યા નથી. અહીં વિન્ટરના ટાયર જુદા હોય છે. મારી જેમ તું પણ ધીરે ધીરે આ "સ્નોફોલ"થી ટેવાઈ જઈશ. બીજી વાત કે કાર સ્ટાર્ટ કરતાં પહેલાં કારનું એન્જિન થોડીવાર માટે ચાલુ રાખવું પડે. જો નૂપુર હું આવ્યો ત્યારે મારે નોકરી ન હતી તેં બેંકના હપ્તાભર્યા હવે હું તને સાચવીશ. વેલને શરૂઆતમાં સહારો જોઈએ પછી આપ મેળેે વધે. આપણે બંને એકબીજા પર અવલંબિત છીએ. બરફના તોફાનનો સામનો કરવા આપણે બંને સક્ષમ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance