અશોક
અશોક
અશોક નામનો દુબળો પાતળો છોકરો. અભ્યાસમાં મન પરોવી ખંતથી મહેનત કરે. શાળામાં રાકેશ સાથે મળીને બીજા છોકરાંઓ અશોકને ‘સુકલકડી‘ અને ‘સોટા જેવો‘ કહીને હેરાન કરતા હતા. અશોક ભણવામાં હોશિયાર હોવાથી ઘણો સમય બચી જતો.
અશોક એક દિવસ બગીચામાં વૃક્ષ નીચે બેઠાં બેઠા વિચારતો હતો કે મારે એવું કંઈક કાર્ય કરવું જોઈએ કે અભ્યાસ કરતાં જે સમય બચે છે, એ સમયનો સદુપયોગ થાય. અશોકે ઘરે આવી દાદાને વાત કરી. દાદાએ વિચારીને કહ્યું કે "મદદ કરવાની ભાવના ઉતમ કહેવાય." તું નવરાશના સમયે બીજાને મદદ કરી શકે. ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, પક્ષીને ચણ, ગાય કુતરાને રોટલી, અનાથ બાળકોની ફી ભરવી, વૃધ્ધોની સેવા, રોગીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી, દવાઓ તથા ફળફળાદિ લઈ આપવા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી તું માનસિક શાંતિ, સંતોષ અને સુખ પ્રાપ્ત કરી શકે, ઈશ્વરને પ્રસન્ન કરવા તરફ એક ડગલું વધ્યો પણ ગણાય. ઘણીવાર તડકાને લીધે વૃધ્ધોને ચક્કર આવી જય, અચાનક બેહોશ થઈ જાય, નાના બાળકોને જરુર પડે ત્યારે શાળાએથી છુટતાં રોજનો એક-દોઢ કલાક આવી સેવામાં પસાર કરવા લાગ્યો.
એક દિવસ એક અજાણ્યા દાદા ચિંતામાં પોતાની પૌત્રીને હાથમાં ઉંચકીને ભાગતા હતા ને અશોક જોડે ટકરાઈ ગયા. અશોકે પુછ્યું કે શું થયું દાદા ?" દાદાએ કહ્યું કે "મારી પૌત્રી હિંચકેથી પડી ગઈ." અશોકે ફટાફટ રીક્ષા કરી, દાદા અને પૌત્રીને લઈને દવાખાને ગયો. અશોક રીક્ષામાં જ દાદા અને પૌત્રીનું લોહીનો પ્રકાર પુછી લે છે. અશોક સાથે દવાખાને પહોંચતા પહોંચતા દાદા બેભાન થઈ જાય છે.
ડોક્ટરે બંનેની તપાસ કરી. ડોક્ટરે અશોકને કહ્યું કે "છોકરીને લોહીની જરુર પડશે." અશોકે કહ્યું કે "દાદા રીક્ષામાં તો વાતો કરતા હતા !" ડોક્ટરે કહ્યું કે હા, દાદાને ચિંતા અને લોહીના ઓછા દબાણને કારણે એવું બન્યું . અશોકે કહ્યું કે દાદાનું બી પોઝીટીવ અને એમની પૌત્રીનું ઓ પોઝિટિવ પ્રકારનું લોહી છે.
ડોક્ટરે આશ્ચર્યથી પૂછ્યુ કે " તે એમની પૌત્રી એમ કેમ કહ્યું ?" અશોકે જવાબ આપ્યો કે "હું શાળાએથી ઘરે જતો હતો, ત્યારે મને દાદા પૌત્રીને હાથમાં ઊંચકેલી હાલતમાં રસ્તામાં મળ્યા." ત્યાં તો નર્સ આવીને કહી ગઈ કે "દાદા હોશમાં આવી ગયા છે."
દાદાએ ઘરે જાણ કરવા ફોન નંબર આપ્યા. અશોકે નાનકડી પૌત્રીને લોહી આપ્યું. દાદાના ઘરેથી બધા આવી ગયા. અશોક સામેથી રાકેશને આવતો જોઈ રહ્યો. અશોક ડોકટરની રજા લઈ નીકળી ગયો. દાદા પૌત્રીની જેમ જ રાકેશના પણ દાદા હોવાથી એ પોતાની નાની બહેનને જોવા આવ્યો હતો. રાકેશને ખબર હતી કે આવા સેવાના કામ અશોક કરે છે, પણ ત્યારે પોતે હાંસી ઉડાવતો હતો.
આજે ભાવુંક થઈને રાકેશ બોલ્યો કે "અશોક સાચો શક્તિશાળી છે." "સુપરમેન કે સ્પાઈડરમેન એ તો ખાલી પ્રભાવી પાત્ર છે." "અશોક બધું જ કરવા માટે શકિતશાળી છે." સાચી શક્તિ મનની હોય છે, શરીર પાતળું હોય, એનાથી ખોઈ ફરક પડતો નથી.
