અનુભવ
અનુભવ
આજે તો રવિવાર મનમાં ને મનમાં બબડી હું, આજે તો એમની મનપસંદ વાનગીઓ બનાવું, શીરો, પુરી, શાક, દાળ, ભાત, સલાડ, પાપડ, છાશ, ઓ.... હો..... મોં માં પાણી આવી ગયું સાંભળતા જ, જલ્દીથી ઘરકામ કરીને રસોઈ બનાવવા વળગી. સમયસર 12:30 એ બધી રસોઈ તૈયાર થઈ ગઈ. હું તો એમની રાહ જોઈ ને બેસી રહી, 1 વાગી ગયો પણ આવ્યા નહીં "ઈ", હું પણ રાહ જોઈને બેસી રહી ત્યાં, એ 2 વાગે આવ્યા, મેં કીધું હાથ પગ ધોઈને આવો હું જમવાની થાળી કરું.
" અરે.....રે હું તને કાલે કહેતા ભૂલી ગયો, આજે મારે બહાર જમવાનું હતું, હું તો જમી ને આવ્યો, તે જમી લીધું ?"
મેં હસીને ધીમે થઈ જવાબ આપ્યો.......
હા......
