sadhna Parmar

Children Stories Inspirational Children

3.4  

sadhna Parmar

Children Stories Inspirational Children

આજની કડવી હકીકત

આજની કડવી હકીકત

2 mins
234


ઓનલાઈન રમત-ગમતના લીધે મારા મિત્રો શેરીની રમત રમવા આવતા નથી. રવિવારે શીરો પુરીની બદલે મમ્મી ફોનમાંથી જોઈ જોઈ ને અવનવી વાનગીઓ બનાવે છે.

રોજ રાત્રે પરીઓની વાર્તા કહેતા દાદા દાદી હવે રાત્રીએ ફોનમાં ભજન કીર્તન સાંભળે છે. મોટા ભાઈ-બહેન કોઈપણ કામમાં ઘ્યાન આપવા ને બદલ ફોનના નવા-નવા અપડેટની વાતો કરે છે. રાત્રીએ જમી ને બધા વાતો કરતા એની જગ્યાએ હવે બધાજ પોત પોતાના ફોન લઈને બેસી જાય છે. મમ્મી રોજ રાત્રીએ પૂછે આજે આખો દિવસ તે શું કર્યુ ? પણ હવે મમ્મી પણ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. પહેલા પપ્પાનાં એક ફોનમાં અમે બધા સાથે ગેમ રમતા, હસતા, એકબીજાની મજાક મસ્તી કરતા પણ હવે ઘરમાં બધા પાસે ફોન છે પણ હસતા નથી કે પહેલા જેવી મજાક મસ્તી નથી કરતા.

''સમય હોવા છતાંય કોઈ પાસે એકબીજા માટે સમય નથી.''

હું એમ નથી કહેતી કે ફોન નકામો છે, પણ હા જો એ મારા ઘરના ને મારાથી દૂર કરે, મારા મિત્રોને છીનવી છે, મારા ભાગનો સમય મને ના મળે તો જરૂર મારા માટે ફોન નકામો છે.

મોબાઈલ ફોન વાપરો, મારી ના નથી પણ ઘર પરિવારને થોડો સમય આપો, મિત્રો સાથે એક કટિંગ ચા ની મઝા લઈ લો, અને ખાસ કે તમારા નાના બાળકને અત્યારેથી મોબાઈલની આદતનો ભોગ ના બનાવો, બાળક જેવું જોવે છે તેવું તે કરે છે, આપણે બાળકની સામે બેસી ને મોબાઈલ વાપરીએ તો બાળક પણ મોબાઈલ જોવાની જિદ કરે, એટલે એટલું જ કહીશ કે બાળક ને મોબાઈલ ફોન ની બદલે બાગ બગીચામાં લઈ જાવ ત્યાં એ બધું જોવે છે જેમકે નાના બાળકોથી લઈને દાદા દાદીની ઉંમર સુધી ના માણસો, "જેવું જોવે, એવું જ કરે એનું નામ બાળક."

મારી અત્યારના બધાજ માતા પિતાને વિનંતી છે કે આપણું બાળપણ જેમ વિતાવ્યું છે તેમ જ આપણા બાળકનું બાળપણ વિતે એવા પ્રયત્ન કરવાં. 


Rate this content
Log in