એક સ્ત્રીની જીવન કથા
એક સ્ત્રીની જીવન કથા
સ્ત્રીનાં પ્રેમનો હિસાબ ન કરી શકાય,
કેમકે.......
એક સ્ત્રી જ્યારે પોતાના બાળક ને જન્મ આપે છે તે સમયની અસહ્ય પીડાની તો કલ્પના પણ આપણે ના કરી શકીએ, આટલી પીડા થતી હોય તો પણ પોતાના બાળક નો રડવાંનો અવાજ સાંભળી ને બધી પીડા ભૂલી ને પોતાના બાળક ને જલ્દીથી જોવાની ઈચ્છા રાખે.
એક બહેન ભલે ગમે તે જગ્યાએ હોય, ગમે તેટલી દૂર હોય, પોતાનાથી પહોંચી શકાય કે ના પહોંચી શકાય પણ એ બહેન એના ભાઈ માટે રાખડી મોકલતા ક્યારેય નથી ભૂલતી, એ રાખડી ભલે ને એક સામાન્ય દોડા ની હોય પણ એમાં એક બહેનનો પોતાના ભાઈ પ્રત્યે નો પ્રેમ, વિશ્વાસ, લાગણીઓ અને રક્ષાનો સાથ હોય છે, ભલે ને દોડા ની બનેલી રાખડીનું મૂલ્ય ન હોય પણ બહેને મોકલેલ રાખડી ભાઈ માટે બહુ જ મૂલ્યવાન હોય છે.
એક પત્ની પોતાના પિતાનું ઘર છોડી ને જિંદગીભરનો સાથ આપવા તૈયાર થઈ જાય છે એ પણ તમારે સથવારે,
પોતે હવે પિતાના નહીં પણ પતિના નામે ઓળખાય, તમારા ઘર ને પોતાનું ઘર માને,તમારા માતા પિતાને પણ એ એના માતા પિતા સમજે, તમારા સુખ-દુઃખનો સહારો બને, તમારી સારી-ખરાબ પરિસ્થિતિઓમાં પાછળ નહીં તમારી સાથે રહે,
એક દીકરી પોતાનું નસીબ લઈ ને પિતાના ઘેર આવે છે,
ગમે તેવો ધનવાન પુરુષ હોય પણ એક પિતા બનીને દીકરીનું કન્યાદાન ન કરી શકે તો બધું ધન નકામુ છે, દીકરીનું કન્યાદાન તો નસીબદાર પુરુષ ને મળે છે, સાસરે ગયા પછી પણ દીકરીને પિયરની ચિંતા હંમેશા રહે છે,
દીકરો એક કુળનું નામ રોશન કરે છે જ્યારે દીકરી બંને કુળનું નામ રોશન કરે છે.
માં ની મમતા અમુલ્ય ભેટ,
પત્ની ના સાથનો સરવાળો,
બહેન ની રક્ષાનું રક્ષણ,
પુરુષ ગમે એટલો ધનવાન, બલવાન, બુદ્ધિમાન હોય પણ એક સ્ત્રી વિના અધૂરો જ છે.
પરિવારના લોકોને કુળનો વંશવેલો આગળ વધારવા દીકરો જોઈએ છે,પણ એ જ દીકરાને જન્મ આપવા માટે દીકરી નથી જોઈતી સાચી વાત છે એટલે થોડી કડવી જરૂર લાગશે.
વધુ કાંઈ નહીં પણ સ્ત્રીઓ ને માન સન્માન આપો જેટલુ આપશો એનાથી વધુ તમને માન સન્માન મળશે.
અને હા, કોઈપણ સ્ત્રી હોય એ પોતાના પાસે કાંઈ રાખતી નથી બધુ આપે છે એ પછી માં, પત્ની કે બહેન હોય.
માં મમતા આપે છે,
પત્ની સાથ આપે છે,
બહેન રક્ષા આપે છે.
