STORYMIRROR

sadhna Parmar

Children Stories Tragedy Inspirational

2  

sadhna Parmar

Children Stories Tragedy Inspirational

ખુશીઓની દિવાળી

ખુશીઓની દિવાળી

2 mins
126

દિવાળી આવતા જ ઘરમાં એક અલગ રોનક હોય છે, મમ્મી અને બહેન મળી ને પહેલા જ ઘરની સફાઈ કામ ચાલુ કરી દે છે, એને બાળકો ને તો વેકેશન પડતા જ મોજ પડી જાય છે,અને બાળકો ને તો બીજું જોઈએ પણ શું ?

ઘરમાં હરખ બમણો થઈ જાય છે, કેમકે પપ્પા ને દિવાળી બોનસ મળવાનું હોય છે, અવનવા ફટાકડા, નવી-નવી મીઠાય, નવા-નવા કપડા, આપણે તો એમાં ને એમાં ઘેલા થઈ જાય નહીં ! રાત પડતાં આંગણામાં દીવાઓ પ્રગટાવાય, ભાઈ બહેન સાથે મળીને રંગોળી તૈયાર કરે, મમ્મી-પપ્પા છોકરાઓને આનંદમાં જોઈને હરખાય, પણ શું દરેક માં-બાપ પોતાના બાળકો ને આવી જ ખુશીઓ આપી શકે છે ?

જવાબ છે ના,

જો તમને આ બધું મળતું હોય તો તમે આ દુનિયામાં લક્કી (ખાસ) છોકરાઓ છો, કેમકે જે દીવાઓ વેચે છે, રંગોળી નાં રંગ વેચે છે, એ એમના બાળકની આવી ખુશી નથી આપી શકતા, એ પોતાના બે સમયના ભોજન માટે પણ માંડ માંડ પહોંચી વળે, તો એમાં આવા ફટાકડા કેમ લે ?

આપણે કોઈ એક વસ્તુ પણ ઓછી મળે તો આપણા ચહેરા નો રંગ બદલાય જાય છે સાચું ને .....?

તો થોડું વીચારજો કે જેને આ કાંઈ નથી મળતું તો પણ તેનો ચહેરો કાયમ કેમ માટે હસતો હોય છે ?

મારો કહેવા નો તાત્પર્ય એક જ છે કે આપણા બાળક ને બધું મળે છે એ ઉજવણી કરી ને ખુશ થાય છે, અને જે બાળક ને કાંઈ નથી મળતું એ ઉજવણી જોઈને ખુશ થાય છે, તો સાચ્ચી ખુશી શેમાં છે ?

"હું ફટાકડાથી સખત વિરોધ માં છું" પૈસાનો ધૂમાડો થાય એ વાત મને આજ દિવસ સુધી સમજાતી નથી, હા, આપણો તહેવાર છે, કહેવાય છે કે જ્યારે શ્રીરામ ભગવાન વનવાસ ભોગવી ને અયોધ્યા પાછાં ફર્યા ત્યારે લોકો એ એમના સ્વાગત માટે આખા નગરમાં દીવાઓ પ્રગટાવ્યા હતાં વર્ષોથી આપણે આ તહેવાર ને ધામધૂમ થી ઉજવીએ છીએ, મને ફટાકડા ગમતાં નથી પણ મારા બાળકો ને ખૂબ જ ગમે છે એટલે એમની ખુશીઓ માટે હું પણ ફટાકડા ઘેરે લાવું છું, પણ સાથે સાથે ગરીબ બાળકો ને કે જે ઝુંપડા માં રહે છે,જેમના પાસે સારા કપડાં નથી, એમને થોડા ફટાકડા આપી આવું છું, તમે વધું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એકવાર થોડા ફટાકડા અને મીઠાઈ લઈને અનાથાશ્રમ અને વૃદ્ધાઆશ્રમની મુલાકાત લેજો, એ બાળકોની નિખાલસ ખુશીઓ સામે તમારી ખુશીઓ ફિક્કી લાગશે, વૃદ્ધાઆથમમાં જઇને એ વૃદ્ધ માં-બાપ ને તમારા હાથે મીઠાઈ ખવડાવજો તમારી આંખોમાંથી પણ આંસુ ના સરી પડે તો મને કહેજો.

આપણી ખુશીઓમાંથી વધુ નહીં પણ થોડું આપીને એ લોકોને પણ સામેલ કરો કે જે લોકો એ ખુશી નથી ખરીદી શકતા, તમારી ખુશી અને તમારા તહેવારની મજા બમણી ન થઈ જાય તો મને કહેજો.

" ભગવાને આપણ ને આપ્યું છે તો,

થોડું આપતાં પણ શીખો....."


Rate this content
Log in