જીવનનાં કખગઘ
જીવનનાં કખગઘ
બાળપણમાં આપણે સૌથી પહેલાં ભણતરની શરૂઆત "કખગઘ" થી કરી છે, પણ આજે હું તમને જીવન ના "કખગઘ" વિશે કહીશ."કખગઘ" થી આપણે ભણતરમાં આગળ વધ્યાં છે હવે જીવન ના "કખગઘ" થી જીવનમાં આગળ વધશું.
ક થી કોમળ બનો,
ખ થી ખરાબ વિચાર ના કરો,
ગ થી ગુસ્સો ના કરો,
ઘ થી ઘરના સાથે જોડાયેલા રહો,
ચ થી ચિંતા મુક્ત રહો,
છ થી છેતરપીંડી ના કરો,
જ થી જવાબદાર બનો,
ઝ થી ઝગડા ના કરો,
ટ થી ટિકા ના કરો,
ઠ થી ઠંડા મગજ એ વિચારો,
ડ થી ડર ન રાખો,
ઢ થી ઢીલાં ના પડો,
ણ થી પાણી જેમ ઢળતાં શીખો,
ત થી તેજસ્વી બનો,
થ થી થાય એટલું કરો,
દ થી દયા રાખો,
ધ થી ધીરજ રાખો,
ન થી નફરત છોડો,
પ થી પૂજા પ્રાર્થના કરો,
ફ થી ફાયદો ના ઉઠાવવો,
ભ થી ભૂલ સ્વીકાર કરો,
મ થી મગજ શાંત રાખો,
ય થી યોગ્ય મદદરૂપ બનો
ર થી રડવાનું ટાળો,
લ થી લડતાં શીખો,
વ થી વફાદાર બનો,
શ થી શકિતશાળી બનો,
ષ થી ષડયંત્ર ના કરો,
સ થી સમજ રાખો,
હ થી હસતાં રહો,
ક્ષ થી ક્ષત્રિય બનો,
જ્ઞ થી જ્ઞાની બનો.
