ચાલો આજે દ્વારકા દર્શન કરાવું
ચાલો આજે દ્વારકા દર્શન કરાવું
ધન્ય મારી જન્મભૂમિ કે હું દેવભૂમિ દ્વારકામાં જન્મી,
સોનાની દ્વારકા ગોમતી નદીના કિનારે સમાણી,
ત્યારે વિશ્વકર્મા એ એક રાતમાં નિર્માણ કર્યું આ મંદિર,
દ્વારકા મારા કાનુડાનું ધામ મારા હૈયે બસ કૃષ્ણનું નામ,
સાંઈઠ થાંભલા મંદિરની શોભા બે દરવાજા છે મુખ્ય ઊભાં,
એક છે સ્વગ નો દ્વાર બીજો છે મોક્ષનો દ્વાર,
છપ્પન પગથિયે પર મારો લાલો બિરાજે,
એને માથે બાવન ગજ ની સપ્તરંગી ધજા ફડકે,
પાંચ માળ ના મંદિરમાં પહેલા માળ પર માતા શકિતનું સ્થાન,
ઉજવવા જેવા અહીંયા ના મુખ્ય બે તહેવાર,
જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મ અને,ધૂળેટી માં રંગ મહોત્સવ,
શંકરાચાર્યના ચાર મઠમાં એક મઠ એ દ્વારકા ને નામ,
છપ્પન પગથિયા ઉતરતા માં ગોમતી નદી નું સ્થાન,
ગોમતી નદીનામાં સ્નાન કરી ભક્તો પાવન થાય,
સવાર સાંજની આરતી કરતા ભક્તો સૌ રાજી થાય,
ગોમતી નદીનું પાણી અને સમુદ્રનું પાણી એક થાય ત્યાં, સમુદ્ર નારાયણનું સુશોભિત મંદિર સોહામણું સોહાય,
ગોમતી નદી પર નો પુલ સુદામા સેતુથી ઓળખાય,
નદીનાં સામે કાંઠે લક્ષમી નારાયણ બિરાજે,
ત્યાં છે પાંચ પાંડવ કૂવા દરિયાના ખારા પાણી પણ,
પાંચેય કૂવામાં મીઠાં પાણી આ જે ત્યાંની પવિત્રતા સાચ્ચી,
ત્યાં થી ચાલતાં ચાલતાં આવે ભગવાન ભોળા નાથ મારા,
ફરતે દરિયાના નીર વચ્ચે શોભે છે ભડકેશ્વર મહાદેવ મઝાના,
ત્યાં ની સાંજનો નજારો માણવા જેવો અદ્ભૂત લ્હાવો,
બાજુમાં છે લાઈટ હાઉસ મઝાનો ત્યાંથી મળતું સ્ટીમબરો ને સિગ્નલ સારૂં,
દ્વારકા થી ચાલતાં આવે છે રૂકમણી નગર,
ત્યાં છે માતા રૂકમણીનું સ્થાન, ઋષીના શ્રાપ
ને કારણે રહ્યા ભગવાનથી બાજુના ગામ,
ત્યાંથી આગળ ચાલતાં આવે છે સોહામણો શિવરાજપુરનો દરિયા કિનારો,
આંતરરાષ્ટ્રીય સ્તરે બ્યૂ ફલેગ ધરાવતો ગુજરાતનો એક માત્ર બીચ અમારો,
નજર પોચે ત્યાં સુધી રેતી જ રેતી, બીચ નો નજારો લાગે રળિયામણો,
ત્યાં થોડા આગળ તો ચાલો તો આવે છે,
ભીમરાણા ગામ એ જ માં મોગલના ધામ,
માં મોગલની જન્મ ભૂમિ મોગલ શિરોમણીથી ઓળખાણી,
દુનિયા આખામાં ટાટા ગ્રુપનું નામ ટાટા ગ્રુપનું એક યુનીટ મીઠાપુર ને નામ,
મીઠું પકાવે એટલે પડયું મીઠાપુર ગામ નું નામ,
થાકી ગયા કે શું હજુ બાકી છે ફરવા ના ઘણાં સ્થાન,
ચાલો થોડા હજુ આગળ તો આવે છે આરંભડા ગામ,
અહીંયા પહેલા હતો બહારવટિયા નો બહુ ત્રાસ,
ગાયો નાં ધણ લુંટીને મારતાં ખુલ્લે આમ,
ત્યારે બ્રહ્માણ નો દીકરો સામે થયો ને લીધી હાથે તલવાર,
લડતાં લડતાં શહીદ થયા શરીર નાં બે ટુકડા થયાં,
માથું ગામ ને જાપે પડયું ને ધડ ગામની અંદર પડયું,
ત્યારે પડયું દાદા ની ડેરી એનું નામ,
દ્વારકા થી બેટ જવા માટે લાગે થોડી વાર,
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને કરવાં જોય આરામ,
તે દી થી આરંભડા પડયું ગામ નું નામ,
ત્યાં થી આગળ ચાલતાં આવે છે બેટ દ્વારકા,
હોડી માં બેસી ને જાવુ પડે છે બેટ ની પેલે પાર,
ચારેય બાજુ દરિયો ને વચ્ચે ટાપુ નો નજારો,
ભગવાન દ્વારકાધીશ નું મંદિર થતાં એમની,
પટરાણીઓના મંદિર અહીં ના મુખ્ય દર્શન સ્થાન,
શંખ તળાવના કિનારે શંખ નારાયણ નું મંદિર મજાનું,
શંખ તળાવ નું મહત્વ અનેરું,
હનુમાનજી અને મકરધવજ નું મંદિર હનુમાનદાંડીથી ઓળખાણું,
ત્યાં બાજુ માં ચોર્યાસી ધૂણી નું સ્થાન કહેવાય છે કે, ચોર્યાસી લાખ આંટા ફરતા પછી મળે છે મનુષ્ય યોની માં અવતાર એ ચોર્યાસી ધૂણીનું બેટમાં સ્થાન,
આગળ ચાલતાં ચાલતાં આવે ગોપી ગામ,
કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના દેહ ત્યાગ પછી બધી ગોપીઓ તળાવમાં સમાય ને બન્યું ગોપી તળાવ,
આજે પણ એ મોટું તળાવ ગોપી તળાવ તરીકે છે ખ્યાતનામ,ત્યાંની માટી ગોપી ચંદન તરીકે ધણી ઉપયોગી,
બસ હવે રહ્યું થોડું બાકી ત્યાં આવે છે મહાદેવ નાગેશ્વર
નું ધામ,
બાર જયોતિલિંગ માં ની એક જયોતિલિંગ અહીંની કહેવાય,
પંચ્યાસી ફૂટ ઊંચી શિવ ની મૂર્તિ અહીં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર,
લોક વાહિકા મુજબ ભૂતકાળમાં દારૂક નામ નો રાક્ષસ અને દ્વારુકા નામની રાક્ષસી હતાં,
એમના આતંક નો હતો નહીં પાર,એના ત્રાસથી બચવા
નાગેશ નામનાં શિવ ભક્ત એ સરોવર કિનારે માટી નું શિવલિંગ બનાવી આરાધના કરી ત્યારથી નામ પડયું નાગેશ્વર મહાદેવ એ જગ્યાનું નામ,
તાજેતરમાં જ યુએસએની "વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઈઝેશન" દ્વારા દ્વારકા જગત મંદિર ને "વર્લ્ડ અમેઝિંગ પ્લેસ " એટલે કે વિશ્વનું સૌથી અદ્ભુત સ્થળનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું,
જુનો ઈતિહાસ દ્વારકાનો છે સોનાનો ખજાનો અમારો છે, આવો કોઈવાર અમારા દ્વારકામાં દર્શન કરાવું શામળા ના.
