Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

અનમોલ અને ખુશી

અનમોલ અને ખુશી

3 mins
3.7K


હું અનમોલને સારી રીતે જાણુ છું એ ખુબ જ પ્રેમાળ, હોંશિયાર અને દેખાવમાં હેન્ડસમ અને દયાળુ છે. મારા ઘરથી નજીક જ રહે છે અને એની મમ્મી મારી ખાસ બહેનપણી હોવાથી એના ઘર સાથે સંબંધ છે. અવાર નવાર અમે એકબીજાને ઘરે જઈ એ આવીએ છીએ. બધા દીકરા અને વહુને વગોવે છે પણ દુનિયામાં અનમોલ જેવા દિકરા અને ખુશી જેવી વહુ પણ હોય છે. બધા મા-બાપ સારા નથી હોતા અને બધા દિકરા વહુ ખરાબ નથી હોતા પણ આપણો સમાજ બધાને ખરાબ સમજે છે.

અનમોલ મને લખવાની ના જ પાડી કે માસીના લખશો હું કોઈ મહાન કામ નથી કરતો મારી દીકરા તરીકેની ફરજ અને જવાબદારી નિભાવુ છું અને હું મારા મા-બાપને બહુ જ પ્રેમ કરુ છું. પણ મે સમજાવયુ કે તારી વાત લખીશ તો બીજા પણ પ્રેરણા લેશે તો કોઈ બીજાના ઘર સુખી થશે. આ સાંભળીને એને હા પાડી દીધી.

અનમોલ ઘરમાં નાનો એનાથી એક મોટો ભાઈ મનન એને લવમેરેજ કરી બેંગલોર એક કંપનીમાં નોકરી મળી એમ કહીને જતો રહ્યો. એ ઘરના વાતાવરણથી તંગ બની ગયો હતો. અનમોલે પણ ખુશી સાથે લવમેરેજ કયાઁ અને ખુશીને કહ્યું કે મારા મા-બાપને સાચવજો એ સિવાય હું તારી પાસે કશું જ નથી માંગતો.

અનમોલ અને ખુશી બંને મોટી કંપનીમાં નોકરી કરતા હતા સાથે જ જતા અને સાથે જ આવતા. રવિવારે રજા હોય તો બીજા વ્યવહારુ કામ પૂર્ણ કરી દેતાં.

અનમોલના લગ્નને મહિનો પણ થયો ન હતો અને ઘરમાં મોટો ઝઘડો થયો. ખુશી ઘરમાં જ હતી અનમોલ બહાર ગયો હતો. અનમોલના પપ્પા ઘાંટા પાડી અપશબ્દો બોલી રહ્યા હતા અને આ જોઈને ખુશી ગભરાઈ ગઈ. કારણ કે એના પિયરમાં આવુ કંઈ જોયેલુ જ નહીં કે પતી-પત્ની આ રીતે પણ ઝઘડો કરે. અનમોલને તેને ફોન કરીને જાણ કરી અને અનમોલે આવીને મા-બાપને શાંત પાડયા.

આવુ તો અઠવાડિયામાં એક વાર થતું અનમોલ મમ્મીનો પક્ષ લે તો પપ્પા કહે 'તને તો તારી મા જ વહાલી છે' અને પપ્પાનો પક્ષ લે તો મમ્મી કહે 'તુ મારા દુઃખ દઁદ નથી સમજતો મારુ તો કોઈ જ નથી.' આમ અનમોલ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ મા જીવતો. માને ફરવાનો શોખ અને બાપને બિલકુલ રસ નહીં એટલે અનમોલ હમેશા ચારનો જ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો પણ તોય એમના ઝઘડા ચાલુ જ રહે.

મા બાપને કોઈ જ તકલીફ ન પડે એ માટે અનમોલે ગાડી પણ લીધી હતી. પરંતુ તેઓ પોતાની તુંતું મેંમેંમાંથી ઉંચા જ ન આવતા અને દિકરા વહુ ને શાંતિથી જીવવા જ ન તા દેતા.

અનમોલ બંનેને સમજાવીને શાંતિથી રહેવા કોશિષ કરતો. ખુશીએ બંનેનુ ભાવતુ જ જમવાનું બનાવતી અને મમ્મીને કશુ જ કામ કરવા દેતી નહીં.

અનમોલના લગ્નને ત્રણ વર્ષ થયા એ કહે છે મારે બાળક લઈને શું કામ મારા મા બાપ જ બાળક જેવા છે એમનુ ધ્યાન રાખવાનુ અને એમને ખુશ રાખુ એ જ મારી નૈતિક જવાબદારી છે અને ફરજ છે બસ હું એટલું જ ઇચ્છુ કે મારા મા બાપ ખુશ રહે અને શાંતિથી જીંદગી જીવે. અને મા બાપને ખુશ કરવા અનમોલ પોતાનાથી બનતા બધા જ પ્રયત્ન કરતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational