અને મેં હા કહી દીધી
અને મેં હા કહી દીધી
તો મિત્રો... તૈયાર થઈ જાવ પ્રેમની અનોખી સફર માટે...સીટ બેલ્ટ બાંધી લો... ચા પાણી થેપલા સાથે રાખો....વાંચતા વાંચતા પેટ પકડીને હસવું પણ આવી શકે છે.
તો વાત છે ત્રણ વર્ષ પહેલાંની જુલાઈ ચાલતો હતો વરસાદનું આગમન તૈયારી માં હતું અને હું ઘરેથી નીકળી. કલાસીસ માટે રસ્તામાં વર્ષારાણી પધાર્યા અને હું મારી આદત મુજબ ખુદ સાથે જ વાતો કરવા લાગી જોકે કોઈ જોઈ જાય તો પાગલ જ સમજે પણ આપણે કાઇ બીએ થોડા કોઈથી સિંહણ જો સમજીએ પોતાને તો અચાનક એક બબુચક બાઈક લઈને બાજુમાંથી ગયો
ગધેડો આજુબાજુ જોઈને ચલાવને....બબડતી હું બોલી પણ સાંભળે કોણ(આપણાં સિવાય)
એન્ડ મેં એના સામે જોયું ડોફો હેડલાઈટ ચાલુ રાખીને ઊભો રહ્યો....
(હાયય્યય્યયય)
આપણે તો બોસ જોતા રહી ગયા....બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલુ થઈ ગયું....
(એ પણ આપણાં દર્શનિયા
(દર્શન રાવલ પણ મારા માટે દર્શનિયો નું)
હા તો હું તો ડૂબી ગઈ એની કથ્થઈ મોટી મોટી આંખોમાં 6 ફૂટ નો દાઢી વાળો વનમાનુષ
(આપણા માટે તો લંબુ જ કેવાય)
તો બોસ અપને કો પહેલી બારીશ મેં પહેલી બાર બડી શરફાત સે પહેલા પ્યાર હો ગયા
અને આપણે કાઈ પાછા થોડા પડીએ ભલે ને દીવાના થઈ ગયા હોય
કહી દીધું એને જોઈને નથી ચાલાવાતું ના આવડે તો ઘરે મૂકી દેવાય આજુ બાજુ વાળાને હેરાન ના કરાય તમારા લીધે કપડાં બગડ્યા મારા મારે ઓલરેડી થઈ ગ્યુતું ઉપર થી તમે મારા કપડાં બગાડ્યા...મારો સમય બગાડ્યો....
એ: જુઓ અહીંયા પાણી હતું મારુ ધ્યાન નતું અને તમારે પણ જોઈને ચલાય ને આજુ બાજુ માં ધ્યાન તમે પણ રાખી શકો મેડમ બધી જ ભૂલ સામે વાળા ની જ ન હોય અને રહી વાત સમય ની તો એ તો તમે મારો પણ બગાડ્યો અને તમારા ઝગડા ને કારણે કપડાં મારા પણ પલળ્યા....એન્ડ એણે બાઈક ભગાવી અને જતો રહ્યો સોરી પણ ના કહ્યું મને
મી: ઓહોહો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે...એક તો ભૂલ એની હતી અને મને સિંહણ ને એ સંભળાવીને ગયો જોઈ લઈશ તને તો દાઢી વાળા બાવા
ઓહ ગોડ હવે પાછુ ઘરે જવું પડશે ઉપરથી મમ્મી પણ સંભળાવશે
હુહ આ બધું પેલા દાઢીવાળા બાવા ના લીધે એને તો છોડીશ નઈ હું ઉસકો ભી તો પતા ચલે કિસસે પંગા લિયા હૈ...
મહામુસીબતે હું કલાસીસ પહોંચી એન્ડ જઈને હજુ તો બેઠી જ હતી ત્યાં ટેબલ પર હાથ પડ્યો અને મેં ઉપર જોયું ગેસ હું ઇસ એ
આપણો ડાઢીવાળો બાવોપેલા તો જોઈને મનમેં લડ્ડુ ફુટા પણ પછી એ લડાઈ યાદ આવી અને મગજ ગયો....હવે વારો હતો સિંહણ નો એમ મુકાય થોડી શિકાર ખુદ ચલકે આયાથા શિકાર હોને તો શિકાર તો બનતા હૈ બોસ
એ: આજ ની ટેસ્ટ ના પેપર આપો સર એ મંગાવ્યા છે...
(મી ઇન માઈન્ડ જો તો જરાય શરમ છે જાણે એની અમાનત વરસો થી મેં કેદ રાખી હોય એમ માંગે છે)
મી: પરમિશન લઈને આવો હું તમને ઓળખતી નથી સો નઈ આપું
એ: કોની પરમિશન જોઈએ તમારે?
મી: એમડી ની લઈ આવો તો આપું
એના પછી તો આપવું જ પડે પણ યાર ટેસ્ટ પેપરની સાથે મારુ દિલ પણ લેતો ગયો...
હાયયયય
પછી તો એ રોજ નું થયું એન્ડ ફાઈનલી એની એક્ઝામ ના દિવસે એ કલાસીસ આવ્યા ખબર નઇ કેમ પણ ઓટોમેટીકલી આપણે એમને best of luck કહ્યું એ પણ હેન્ડશેક કરીને...કસમ થી 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો...એન્ડ એ દિવસ આવી ગયો કલાસીસ પુરા થઈ ગયા એ પણ જતો રહ્યો તો પણ આપણે તો જતા એ જ આશા એ કે એ મળશે પણ કોઈ ના મળ્યું...
એક દિવસ
બે દિવસ
ત્રણ દિવસ
ચોથા દિવસે આપણે નક્કી કર્યું ગમે ત્યાંથી શોધી લઈશું સિંહણ છીએ કાઈ હાર થોડી મનાય અને કર્યું ચાલુ
"મિશન દાઢીવાળો બાવો"
બધી details જોઈ એના બધા પેપર ચેક કર્યા એન્ડ ફાયનલી નંબર પણ મળ્યો પણ call કેમ કરવો આપણે તો દુશ્મની કરી બેઠાતા કાંઈ બાકી નતું રાખ્યું સંભળાવવા માં હેરાન કરવામાં એમા જ સાંજ પડી ગઈ અને ઘરે જવાની તૈયારી કરી ત્યાં.....સાક્ષાત મારો દાઢીવાળો બાવો આવીને ઉભો રહ્યોબેકગ્રાઉન્ડ મ્યુઝિકસ્લોમોશન માં એ સામે ચાલીને અવતોતોઅચાનક અવાજ થી હું બહાર આવીસાચે એ હતો યાર એની કથ્થાઈ મોટી મોટી આંખોમાં હું ફરી ડૂબી ગઈ
આજે તો એ પણ ખામોશ હતા નજરો મેં ગુસ્સા નહીં થા
એ:હાય
મેં:હાય
ક્યાં હતા યાર એક્ઝામ પછી દેખાણા જ નઈ...
એ: ઘરે ગ્યોતો અહીંયા કામ હતું એટલે અવ્યોતો થયું તને મળતો જાવ...
મી:ઓહ અચ્છા તો કેવી રહી એક્ઝામ?
એ:મસ્ત
એનિવે ચાલ હું જાવ કાલે ઘરે જતું રહેવાનું છે સો નંબર મળશે તારો?
(યારરરરર આ તો મારા મન ની વાત કહી દીધી શુ ડેરિંગ છે બોસ બાકી આપણો દાઢીવાળો બાવો હાઈ)
મી: કેમ
એન્ડ ગેસ વૉટ ?
એ:યાર પહેલી નજરથી જ ગમે છે તું!રોજ અહીંયા તારો ગુસ્સો જોવા જ આવું છું જ્યારે તું તારી તીખી નજર થી જોવે છેને સાચે એટલી વાર ફિદા થઈ જાવ છું તારા પર....આઈ લવ યુ ફ્રોમ બોટમાં ઓફ મય હાર્ટ ...સાયકો તારા હાથ ની ચા પર ઓન્લી મી ની પ્રાઇવસી લગાવવાનો ચાન્સ મળશે મને!?
અને મેં હા કહી દીધી.

