અને મેળાપ થયો
અને મેળાપ થયો
ટીંગ.......
ધ્વનિશનાં ફોનમાં એક મેસેજ આવ્યો, જોયું તો ફેસબુક પર એક છોકરી મયૂરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આમ તો એના ફેસબુક પર ઘણી છોકરીઓ ફ્રેન્ડ હતી પરંતુ પહેલીવાર સામેથી કોઈ છોકરીએ રિક્વેસ્ટ મોકલી હતી એટલે ભાઈ તો ખૂશ થતાં થતાં ફટાફટ એક્સેપટ કરી લીધી.
પછી ચાલુ થયો મેસેજનો દોર....
ભાઈ તો રાતે મોડા સુધી જાગીને ચેટ કરે અને મળવાનું કહે તો મયૂરી કંઈને કંઈ બહાનું કાઢીને ના પાડી નાખે.
ધ્વનિષે લગભગ મહિના સુધી રોજ વાત કરી પણ આખરે તેની ધીરજ ખૂટી પડી અને મયૂરીને મેસેજ કર્યો કે હવે તો તમને મળવું જ છે નહીંતર હવે મારી સાથે ક્યારેય વાત ના કરતાં. અને મયૂરી માની ગઈ.
ધ્વનિષ તો સરસ મજાના કપડાં પહેરી, અત્તર બત્તર છાંટી, વાળમાં જેલ-વેલ લગાવી તૈયાર થઈને સમય કરતાં વહેલો પહોંચી ગયો પાછો મયૂરી માટે એક ગુલાબ પણ લીધું.
બગીચા પાસે આંટા મારતાં મારતાં મનમાં એક જ વિચાર ચાલતો હતો ક્યારે અમે મળીશું ? ક્યારે અમે મળીશું ?
અને આખરે તેઓ મળ્યાં.......
ધ્વનિષની મયૂરી તો તેનો મિત્ર મયૂર નિકળ્યો.
