અંધશ્રધધા
અંધશ્રધધા


રોહિણી પોતાની જાતને માફ ના કરી શકી કે મારા લીધેજ મારા કાળજાના કટકા જેવી દિકરીની જીંદગી બરબાદ થઈ ગઈ. દુનિયામાં મોં બતાવવા લાયક ના રહી. એને પોલીસ કેસ કર્યો ભુવા પર જે ગાદીપતિ હતા. પતિથી ખાનગી જતી હતી. ભુવાએ કહ્યુ તારા પતિને વશમાં કરી આપીશ એની વિધી કરવી પડશે એમ કહી એનો દુરઉપયોગ કર્યો. એ ત્યારે પણ ના સમજી કે આવા ભુવાની વાતોમા ના અવાય પણ આંખો પર અંધશ્રદ્ધાની પટ્ટી જો બાંધેલી હતી.
આજે પંદર વર્ષની દીકરીને આકષઁણ થયુ એક ટયુશન કલાસમા ભણતા છોકરા સાથે એણે ઘરે રોહિણીને વાત કરી કે મમ્મી મને આ છોકરો ગમે છે. રોહિણી ભુવા પાસે લઈ ગઈ કે 'મારે એકની એક દીકરી છે એ ભણે એવુ કરો અને છોકરાના ચકકરમા ના પડે એવુ કરો.' ભુવાએ વિધીના નામે એનો દુરઉપયોગ કર્યો એની જ નજર સામે એનુ કાળજુ કપાઈ ગયું. અને એનો અંતરઆત્મા જાગી ગયો કે અત્યાર સુધી ભુવાજી ધમકી અપતા હતા કે તારી દિકરીને મારી નાંખીશ અને તારા પતિને કહી દઈશ. પણ આજે એક સૂતેલી મા જાગી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ એના કાળજાના કટકાની જીંદગી ના બચાવી શકી.