અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૫)
અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૫)
શેઠ શ્રી. ધનપતરાયને આજે કામમાં ચેન નહોતું પડતું... વળી વળીને દીકરીના જ વિચારો સતાવતા હતા... એથી પોતાની તબિયત સારી નથી તેવું બહાનું કાઢી ઓફિસમાંથી છુટકારો મેળવી ઘરે આવ્યા... રસ્તામાં વિચારેલું કે સુષ્મા ઘરે આવી ગઈ હશે તેની સાથે થોડી આડી અવળી વાતો કરી મુદ્દાની વાત કરીશને છોકરા વિશે વધુ વિગત મેળવીશ. પણ બન્યું કઈક જુદું જ.
ઘરમાં પગ મુક્યો ત્યાં.. બેડ અસ્ત વ્યસ્ત જોયો.. ચોપડીઓ આમતેમ ફંગોળાયેલી જોઈ.. પિતાના કેહવાતા કઠોર હ્રદયે આંચકો અનુભવ્યો.. દીકરીનું શું થયું હશે? હેમ ખેમ તો હશે ને..! કોઇને ત્યાં ગઈ હશે? ત્યાં જ તેમની નજર ટીપોઈ પર પડેલી ડાયરી પર પડી.. ઉઘાડીને જોઈ.. પહેલા પત્તા ઉપર જ સુંદર અક્ષરોમાં શિરીષનું નામને સરનામું લખેલું હતું.. અને અંદર એની રોજનીશી.. પોતાના હ્રદયમાં ઉદભવેલી લાગણીઓની વાચા હતી.. મનના વિચારો અને તરંગો હતા.. તે વાંચતા જ ગયા.. વાંચતા જ ગયા... તેમ તેમ મનમાં થતું ગયું કેવું સુંદર લખાણ? કેવા સુંદર અલ્ંકારિક અક્ષરો અને મૌલિક વિચારો...આદર્શવાદી તરવરતો યુવાન.. મનના સ્વાભાવિક વિચારોને પણ રજુ કરવાની કેવી સુંદર કલાત્મક આવડત! તેમનું હ્રદય અહોભાવથી છલકાઈ ગયું. પોતાની એડ્રેસબુકમાં શિરીષનું એડ્રેસ ટપકાવી પોતે ઉભા થયા ત્યારે ઘડિયાળમાં રાત્રિના ૭ ના ટકોરા પડ્યા. "ઓહો...આટલા બધા વાગી ગયા..!તો સુષ્માને શિરીષ આજે પણ.. ચાલ્યા કરે.. જુવાનીમાં તો મેં પણ... અત્યારે તો પગ વાળી કેવો બેઠો જ છું ને!" "પપ્પા.. કોની સાથે વાતો કરો છો? કોઈ આવ્યું છે કે?" કહેતાં...જ શુષ્માએ પગ મુક્યો... પોતાને કેહવું હતું કઈક પણ તે બોલ્યા "હા દિકરા.. મારી સાથે વાત કરવાવાળી અત્યારે ક્યાં છે? ને તારા વગર બીજું પણ મારી સાથે વાત કરવા કોણ આવવાનું છે?" સાંભળીને બટક બોલી શુષ્મા બોલી "આજે નહીં તો કાલે પણ આવશે તો જરૂર જ" કોણ તેનો ગર્ભ ઉલ્લેખ શેઠ સમજી ગયાને મૂછમાં હસવા લાગ્યા. (ક્રમશઃ)

