અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૩)
અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૩)
સુષ્મા પોતાના પપ્પાને સુવાનું કહીને પોતે પોતાના બેડરૂમમાં આવીને વિચારવા લાગી પોતે પણ અત્યાર સુધી ક્યાં સુતી છે? ક્યારની થાકી ગઈ છે. ઉંઘવાના બધા પ્રયત્નો નિષ્ફળ થયા છે. શિરીષના વિચારો તેને સુવવા જ નથી દેતા... કેટલો સરસ લાગતો હતો આજે... ગુચ્છાદાર વાંકડીયા વાળ.. ભુરી મોટી આંખો.. ભરાવદાર પડછંદ શરીર.. સુંદર વાક્છટા.. બધું જ સરસ…ભણવામાં પણ જોને બધા કરતા હોશિયાર.. પોતે ગુલાબ લઈને આવ્યો તેવો કેવો મસ્ત લાગતો હતો જાણે મારા પર મરી પડતો ન હોય... ને હું પણ જો ને.. એ કાંઈ બોલે તે પેહલાં જ પિકચરની પ્રપોઝલ તો મેં જ મુકેલી ને...! શું શિરીષને પણ સાચેજ મન થતું હશે..? તો એ કેમ ન્હોતો બોલ્યો..?? મારાથી ડર. ના ના એ કાંઇ ઓછો છોકરી જેવો છે.. જોને કપડાં પણ કેવા લેટેસ્ટ પેહરે છે..પૈસાદાર તો છે તે તેની કાર ઉપરથી લાગે છે..કોઈની પાસે તેના જેવી કાર ક્યા છે? ને તો પણ પાછો શાણો કેટલો..શાંત ને ડાહ્યો પણ ખરો..! હું સાચે જ એને ગમી હઈશ કે ખાલી મારો વ્હેમ છે? રાત્રિના ૧ વાગવા છતા એને ઉંઘ નથી આવતી...આજે બસ શિરીષ તેને સુવા નથી દેતો.
ઉભી થઈને આખા લાંબા અરીસામાં પોતાની જાતને નિહાળી રહી... સુંદર આંખો.. લાંબા કાળા વાળ.. ભરાવદાર પ્રમાણસર શરીરનો બાંધો છે અને એ પણ રંગે ક્યા ઓછી ઉતરે એવી છે.. અસલ તેના મમ્મી જેવી રૂપાળી છે ને...કાલે કોલેજમાં શું કરીશ? શિરીષની સામ આંખો મળશે ત્યારે? એ વિચાર આવતાં પોતે અત્યારે શરમાઈ ગઈ. શિરીષની બાયોલોજીની નોટ્સ પાછી આપવાનું બહાનું તો છે જ ને.. ક્યારે આંખોના પોપચા બંધ થઈ ગયા ને ઉંઘ આવીગઈ તેની ખબર ના પડી.. સવારે એલાર્મ વાગ્યો ત્યારે સફાળી બેઠી થઈ ગઈ... આજેતો કોલેજમાં...એ વિચાર વાગોળતી હતીને શિરીષ યાદ કરતા જ એકલી એકલી હસી પડી. આ બાજુ સૂર્યના પ્રકાશે સફાળો જાગેલો શિરીષ વિચારવા લાગ્યો કે મોડું થઈ ગયું છે અત્યારે તો કોલેજમાં પણ કોઈ નહીં હોય.. હવે શું કરું? હું ય સાવ સુતો જ રહયો... પણ શું કરુ સપનું આવ્યું એનું તો..ચાલ કોલેજ આંટો તો મારી જોવા દે...ના...ના ચલ ને એના ઘરે જ જાંઉ..પણ એને કેવું લાગશે..? એને પણ મારા પ્રત્યે લાગણી છે જ... તેથી તો તેને પિકચરની ઓફર મુકી. શું મારા હ્રદયમાં પણ એના માટે કાંઈક તો છે જ ને.. શા માટે મારી જાત સાથે જુઠ્ઠું બોલવું જોઈએ.. ખેર ! આવા બધા વિચારો કરવાનો અત્યારે ટાઈમ નથી.. ચલ ત્યારે એને જોઈજ આવું... પણ ..ઘરે તો હશે જ ને..! મને જોશે તો એને શું થશે? મને પુછ્શે કેમ આવ્યાં તો શુ કહીશ..! તને જોવાનું મન... ને મળવાનું પણ... ના એવું તો કેવી રીતે કહું? યાદ આવ્યું એની કેમેસ્ટ્રીનોટ્સ માંગીશ..બરાબર..શિરીષકુમાર ...થઈ જાવ તૈયાર. બંદા બરાબરના ફસાવી રહ્યા છે ને..કે ફસી રહ્યા પણ છે.ઝડપથી તૈયાર થઈ કાર ચાલુ કરી ને પા્છુ મન વાતે વળગ્યું...જા..જા શિરીષ એને બનાવે છે કે પોતાને..? હવે હુંય ફસાયો છું બસ..મન સાથે જાણે સમાધાન કર્યું..પણ જો ને એય કેટલી સુંદર છે.. નજર પડે ને તરત જ હૈયામાં વસી જાય..છોડને યાર..એ મળશે..નોટ્સ માંગીશ પછી શું? જોઈશ ધીમે રહીને બહાર આવવાનું કહીશ..એવું મોઢું કરીને બોલીશ કે ના જ નહી પાડે.. ક્યાં લઈ જઈશ..મારી સુષ્મા ને..? હ્રદયે તો સ્વીકારી લીધી જ છે પણ મન જોને વચ્ચે કુદે છે...તારી ક્યાંથી થઈ? હજી એને પુછી તો જો? ના પાડશે તો? પણ ના નહીં જ પાડે..દિલે પોતાનો અડગ ભાવ દર્શાવ્યો..હવે સાંભળ ને! મારી સુષ્મા ને હા ..પેલા નવા પાર્કમાં લઈ જઈશ..કેમ છો? શું ચાલે છે? શુ કર્યુ? પછી ધીમેથી કહીશ સુષ્મા તું મને બહુ ગમે છે.. ધીમે રહીને તેનો હાથ મારા હાથમાં લઈ કહીશ સાચે જ સુષ્મા તું બહુ સરસ લાગે છે.. એ પણ ધીમું મલકઈ થોડીક શરમાશે પણ એની એક આંખમા પોતાના સૌંદર્ય નું ગર્વ ને બીજી આંખમા મારા માટેના અપાર પ્રેમનો દરિયો ધુધવતો હશે...મારા હાથ ને દબાવી એ કેહશે..શિરીષ તું પણ મને ખુબ ગમે છે....આમ તો જો મારું હ્રદય કેવો ધડકાર અનુભવે છે..જાણે તારું નામ પોકારી રહ્યું ના હોય..! અચાનક જ વિચારોના વંટોળમાંથી છુટ્યો હોય તેમ તેની નજર સામે આવતા મોટા ખટારા પર પડી...સારું થયું પોતે બેલેન્સ જાળવી લીધું..નહીતર શું નુ શું થઈ જાત..!ભગવાને જ બચાવી લીધો..! (ક્રમશઃ)

