અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ૧0
અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ૧0
નવલકથા, લવસ્ટોરી, અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ૧0
શરદના ગયા પછી સુષ્માનું દિલ ક્યાંય લાગતું ન હતું. સતત રડવાને કારણે માથું બહુ દુઃખતું હતું. શરીર પણ જાણે ભારે ભારે લાગતું હતું. બાથરૂમ ભણી ડગ માંડી ઠંડો શાવર લેવાનું વિચાર્યું. શાવર લીધા પછી જ સુષ્મા જરાક ફ્રેશ લાગતી હતી. પતિને મનગમતી સાડી પેહરી તૈયાર થઈને રસોઈ બનાવવા લાગી. થોડી વારે ડો. આનંદની ગાડીનો અવાજ સંભળાતા સુષ્માએ કઠણ થવાનો પ્રયત્ન કર્યો. ડોરબેલ વાગી ન વાગી ને શુષ્માએ દરવાજો ખોલ્યો. જરાક હસીને પતિને આવકાર આપ્યો પણ રડેલી આંખો ચાડી ખાતી હતી. લાલ થઈ ગયેલું નાક પણ તાકી રહ્યું હતું. ડો. આનંદે એનું બારીક નિરીક્ષણ કર્યુ ને ધીમેથી વાત નો દોર સાંધતા ડો. આનંદ બોલ્યા "સુષ્મા તે વાંચ્યુ કે નહીં ? શ્રી શિરીષ પંડ્યાનું કાર એક્સીડન્ટમાં થયેલું મૃત્યુ...! હાઉ સેડ ચલાવનારને માઇનર ઇજા પણ પાછળ બેસનારનો જીવ.. બહુ ખરાબ થયું!!" સંભાળી રાખેલ દિલનો ઉભરો અચાનક ઉપર આવી જ ગયો... ખાળી રાખેલા આંસુ દડી પડ્યા. સુષ્માથી જોરથી ડુસકું ભરાઈ ગયું અને પતિને વળગી પડી. ડો. આનંદ પણ ગળગળા થઈ ગયા ને બોલ્યા "મને બધી જ ખબર હતી સુષ્મા..શિરીષની પણ મને બધી ખબર હતી.." સુષ્મા તો અવાક જ થઈ ગઈ.
એના પતિને એના ભુતકાળની બધીજ ખબર હતી ! અને છતાંય એમણે મને આટલો બધો પ્રેમ આપ્યો ? આટલું બધું વ્હાલ અને માન... કેટલી મહાનતા ? કેટલી ઉદારતા ? કેટલું વિશાળ દિલ?? ડો. આનંદ એના ભાવને વાંચી રહ્યા હતા તે બોલ્યા. "સુષ્મા, શિરીષ ખુબ જ સારો માણસ હતો. મને લગ્ન પેહલા પપ્પાએ બધી જ વાત કરેલ...અને તું તો જાણે આપણા આપણા બંનેના પિતાજી મિત્ર હતા તેથી બધી જ ખબર હતી. પણ તું મને ખુબજ ગમી ગયેલી તેથી જ આપણા લગ્ન થયા. સાચે જ સુષ્મા તે મારા માટે... આપણા ઘર માટે ધણો જ ભોગ આપ્યો છે.. સ્ત્રી તરીકે તે તારી બધીજ ફરજ બજાવી છે." સુષ્મા એ ડો. આનંદના હોઠ પર હાથ રાખી દીધો ને બોલી. "બસ બસ બહુ વખાણ ના કરો ચાલો જમી લઈએ પછી મારે તમને એક ખાસ વાત કરવી છે.." પતિનો હાથ પકડી સુષ્મા રસોડા ભણી દોરી ગઈ. જમી કરીને પરવાર્યા પછી સુષ્મા પોતાના શયનખંડમાં જવા લાગી. આજે પોતાના દિલ પરથી બધો જ ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. વિચારવા લાગી ચાલો સારું થયું હવે વાત કરવા માટે રસ્તો સાફ છે અને મારી સાથે એ પણ ઉદ્દઘાટન કરવા આવે તો કેટ્લું સારું....! પતિ માટે લાવેલ દુધનો ગ્યાસ ટીપોઈ પર મુકતાં જ ડો. આનંદે તેનો હાથ પકડી એને પોતાની પાસે બેસાડી પુછ્યું. "બોલો સુષ્માજી તમારે શું કેહવું છે? કાંઈ ખાસ -ખાસ વાત કરવાની છે... નવા આગંતુકની વધામણી...!" "તમને તો બસ એના સિવાય..." હસતા હસતા સુષ્માએ એ વાક્ય અડધું જ રેહવા દીધું ને પોતાની મુળ મુદ્દાની વાત શરૂ કરી.
"કહું છું કે શિરીષે એક હોસ્પીટલ ખોલી છે તેનું ઉદઘાટન કરવા જવાનું આમંત્રણ આપણને મળેલ છે તો તમે આવશો ને?" ડો. આનંદ તરત જ બોલ્યા "મિસિસ સુષ્માનો શો વિચાર છે? મિ. આનંદને જે મંજુર કરશો તે મંજુર....બસ હવે ખુશ !" "ઓહ આનંદ...." કેહતા સુષ્મા એને ગળે વળગી પડી. થોડી વારમાં પોતે ક્યારે સુઈ ગઈ તે ખબર જ ના પડી.. ધણા દિવસે ગાઢ નિંદ્રા આવી.
સવારે ઉઠી ત્યારે તે એકદમ ફ્રેશ થઈ ગયેલી. ચા-પાણી પતાવ્યા પછી શરદને ફોન કરીને પતિની હાજરીમાં જ મુલાકાત લેવાની ગોઠવણ કરી. સાંજે પતિના આવ્યા પછી ત્રણે જણા વાતે વળગ્યા. નાનીમોટી શિરીષની વાતો થઈ ને પછી શરદે હોસ્પીટલની વિગત આપી. ચેરમેન તરીકેની મંજુરી પણ આનંદે આપી. આનંદે શિરીષના સંસ્મરણાર્થે તેની ભવ્ય પ્રતિમાની રકમ ડોનેશન માટે આપી. પંદર દિવસ બાદ હોસ્પીટલનું ઉદઘાટન મિસિસ સુષ્માને હાથે થયું, અને શિરીષ પંડયા હોસ્પીટલના પ્રણેતાની ભવ્ય પ્રતિમાનું ઉદઘાટન ડો. આનંદના હાથે થયું. ફુલહાર પહેરાવતા સુષ્મા મનોમન શિરીષની પ્રતિમાને અહોભાવની લાગણીથી નમી રહી. આંખો આંસુથી છલકાઈ ગઈ પણ એક ગૌરવશાળી ને ભવ્ય વ્યક્તિત્વ માટે ગર્વ અને સંતોષ પણ થયો.
સમગ્ર વિધિ બાદ શિરીષ અને શરદની ચાર આંખો જતાં સુખી દંપતીને જોઈ રહી. બધાની આંખોમાં હતો આનંદ, પ્રેમ અને સંતોષ...!
(સમાપ્ત)

