અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૧)
અંધકારનો આછો પ્રકાશ (પ્રકરણઃ૧)
સુષ્માને આજે ક્યાંય ચેન નથી. પડતું મન વિચારોના વંટોળમાં ફસાયું છે સમજાતું નથી આવું કેમ બન્યું? કેવી રીતે બન્યું? ભુતકાળના વમળમાં એ ડુબવા લાગી એને યાદ આવ્યા કોલેજના રંગીન દિવસો.. કેવા મસ્તી ભર્યા ઉલ્લાસમય એ દિવસો હતાં.. કોઈની પરવા ન હતી.. કોઈનીય ચિંતા ન હતી બસ મસ્ત ફકીર હતી તે તો અને હા.. તે દિવસે શિરીષે એને ગુલાબ આપ્યું ત્યારે કેટલો ધ્રુજતો હતો એ...? હા.. શિરીષ.. "સુષ્મા.. આ તમારે માટે.. નાની ભેટ." શિરીષના હાથમાં સરસ મજાનું તાજું ગુલાબ હતું..!સુષ્મા એની સામું ને પછી શિરીષ સામું જોઈ રહી બંને કેટલા સ..રસ છે...!!
"થેંક્યુ પણ આની પાછળ કાંઈ કારણ..? " "અમસ્તું જ.." "હં...અમસ્તુ જ તો પછી જવાદો.." ફરી મૌન.. થોડી વારે સુષ્મા જ બોલી.."કેમ આજે તો પ્રો.બુચનો પિરિયડ કેમ ના ભર્યો?"
"બસ મજા ન્હોતી આવતી.. ક્યાંય ગમતું ન્હોતું અને આમેય વરસાદ પડ્યો હોય ને કોલેજના રૂમની ચાર દિવાલોમાં ભરાઈ રેહવું મને નથી ગમતું. તમને...??" "ના રે મનેય નથી ગમતું..પણ શું થાય? પેલી મોનીકા છે ને એના લીધે બેસવું પડ્યું.. ના સમજયું ને..? એનો ફ્રેન્ડ પેલો કિશોર નહીં એય ત્યાં જ હતો તેથી એ બેઠીને મને પણ.." "ઓહો.." એ બોલે તે પેહલાં જ એક મોટું બગાસું આવ્યું "પણ હવે શું કરીશું? ચાલોને લાયબ્રેરીમાં બેસીયે..."
"ચાલો.." કેહતાં સુષ્મા એ ધીમા પગેરૂં માંડ્યા.. આછા પીળા રંગના ફ્રોકમાં, લાંબા કાળા વાળના ઝુલતા ચોટલામાં ચાલતી સુષ્માને શિરીષ જોતો જ રહ્યો.. વાહ કેટલી સૌમ્યતા ભગવાને છુટે હાથે રૂપ આપ્યું છે પણ જરાયે છે ગર્વ..! જેમ જેમ વિચાર આવતા ગયા તેને પરિસ્થતિનું ભાન ન રહ્યું...લાયબ્રેરીથી આગળ ચાલવા લાગ્યો.. સુષ્મા એ ન રોક્યો હોત તો..? ખબર નહીં ક્યાં સુધી ચાલે જ રાખત...! "એય ક્યાં ખોવાઈ ગયા..?" સુષ્માએ લેહકા થી કહ્યું "ક્યાંય નહીં..અહીંયા જ..? કેહવાનું મન તો ઘણું થયું...તમારામાં...સુષ્મા તારામાં.."
"લાયબ્રેરીમાં બેસવા કરતાં ચાલોને ક્યાંક બીજે જઈએ.. કોઈ ગાર્ડન કે પીકચરમાં..."સુષ્મા બોલતા બોલી તો ગઈ પછી ખંચવાળી ગઈ હોય તેમ એના મોઢા પર શરમ અને અકળામણના ભાવ ઉપસી આવ્યા.. શિરીષ પણ પોતાના કાન પર વિશ્વાસ ના બેસતો હોય એમ સુષ્મા સામું જોઈ રહ્યો..ને જોતો જ રહ્યો...આટલું જલ્દી એ સમજી જશે તેવી તેને ખબર ન્હોતી..."હા હા ચાલો ને...!!" પોતાની ટુ-સીટર કાર ની ચાવી ખીસ્સામાંથી કાઢીને એ ચાલવા લાગ્યો...મનમાં તો ઘણી જ ઇરછા હતી તેથી વધારે આમંત્રણની રાહ જોયા વગર જ સુષ્મા પણ એને અનુસરી.
પિક્ચરમાંથી છુટ્યા પછી વખત આવ્યો છુટા પડવાનો.. બેમાંથી એકેયે આખું પિકચર જોયું હોય તેવું લાગતું ન હતું ..બન્ને એક શબ્દ પણ બોલ્યા ન હતા અને છતાય બંનેના હ્રદય કંઈક સમજી ગયા હતા.. સુષ્માને મૌન અકળાવી રહ્યું હતું.. એણેજ બોલવાની શરૂઆત કરી.."કેવું લાગ્યું પિક્ચર?" "સારું.." પાછું મૌન છવાઈ ગયું..."ઘરે મુકી જશો ને...!" સુષ્મા બોલી "પુછવાનું હોય?"
"જસ્ટ ડાઇરેક્ટ મી.." એ દિવસે કમને બંને છુટા પડ્યા.. ઘરે આવી પથારીમાં પડી વિચારી રહ્યો.. આજે શું થયું.. ઉંધવાનો પ્રયાસ નિષ્ફળ થતાં રોજનીશીમાં ટપકાવી સુષ્માને મોડી સવારે જ્યારે આંખ મિચાઈ તો પણ સુષ્મા અંદર આવી ગઈ..ને સૂર્યનો પ્રકાશ આંખો પર છવાણો ત્યારે તે એક્દમ જાગ્યો...! (ક્રમશઃ)

