Mittal Purohit

Inspirational Others Romance

3  

Mittal Purohit

Inspirational Others Romance

અમરપ્રેમ

અમરપ્રેમ

8 mins
6.8K


“સરગમ ! તું સમજતી કેમ નથી? મને તારો પ્રેમ જોઈએ છે, હું તારા વિના નહિ જીવી શકું ....' સ્વર બોલતો રહ્યો ...સરગમ સ્વરને છોડી ને હમેશા માટે જતી રહી. સ્વર પોતાની જાતને કોષતો ઉભો રહ્યો. સરગમ આમ આવી રીતે એને છોડીને જાય એ વાત એણે ક્ર્યારેય વિચારી ના હતી. પોતે કરેલા પ્રેમનો આ બદલો એને જરાય સ્વીકાર્ય ના હતો. સરગમ માટે એણે શું ના કર્યું હતુ ? પોતાના જીવનનાં તમામ સુખો એનાં ઉપર ન્યોછાવર કર્યા હતા. પ્રેમની સાથે જીવનની તમામ સુખ સગવડો સરગમને એણે આપી હતી. બંને એ એક બીજા સાથે જીવવા-મારવાના વચન લીધા હતા. સ્વરને સંપૂર્ણ વિશ્વાસ હતો કે દુનિયા ગમે તે કહે પણ બંને એ એક બીજાને હમેશા સાથ આપશે. પણ સાત જનમના વાયદા કરી સરગમ આ જનમમાં પણ પૂરો સાથ ના નિભાવી શકી.

એક ઊંડા નિ:શાસાને સ્વરે સિગારેટના ધુમાડામાં ઉડાડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. સ્વર અને સરગમ સ્કૂલ સમયના મિત્રો હતા, આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એ બંનેમાંથી કોઈને ખ્યાલ ન રહ્યો. સ્વર સરગમને ખુબ ચાહતો, પણ સરગમને મન સ્વર એક રમકડું જ સાબિત થયો એમ એને લાગ્યું. એક શાંત ,સંસ્કારી અને પરિવારનાં વાહલા યુવાન સ્વરને-એક આવારા, રખડું કે જીવનની બરબાદી કરનાર ખોટી ટેવોમાં ડૂબાડનાર બીજું કોઈ નહિ પણ સરગમ જ હતી. દુનિયા ક્યાં સમજે છે કે કોઈની ઉન્નતી કે કોઈના પતન પાછળ બે જ પરિબળો મુખ્યત્વે હાજર હોય છે, એક પ્રેમ અને બીજું નફરત. સ્વરના જીવનમાંથી સરગમનાં ચાલ્યા જવાથી એક ખાલીપો પથરાયો અને એ ખાલીપાને ભરવા એ પતનના માર્ગે વળ્યો.

“સ્વર! હવે તું સરગમ ને ભૂલીજ. તારા જીવનની નવી શરૂઆત કર” અવાજના પડઘાએ સ્વરને, હૃદય ઊંડાણમાં રેહતા ખાલીપા તરફ જતો રોક્યો. એનો મિત્ર તન્મય એને સમજાવી રહ્યો હતો. સ્વરે સિગારેટને ધારીધારી ને જોઈ અને બોલ્યો,

“તન્મય! તને ખબર છે, આ સિગારેટ એ મારી હમદર્દ કેમ છે ? અમે બન્ને સરખા છે, એક વાર સળગ્યા તો હવે બુઝ્વાથી કચરો જ બનીશુ. કોઈના કામમાં તો આવવાના નથી. તો ભલેને આખા સળગી જઈએ.'

તન્મયના વાક્યોને સ્વરે ધુમાડામાં ઉડાવી દીધો. ધીમેધીમે સ્વર પરિવારથી પણ દુર થતો ગયો. વર્ષો વિતતા ગયા એક દિવસ સ્વર પોતાના મિત્રો સાથે દીવ ફરવા ગયો. જગ્યાની રમણીયતાને લીધે સ્વરને સરગમની વધુ યાદ આવી ગઈ. સરગમને લઈને એ ઘણી વાર એ અહી આવી ગયો હતો. સરગમની યાદોથી દુર જવા એને પેગ લીધો. એજ જગ્યાઓ અને ફરી એજ યાદો સ્વરને બેકાબુ બનાવા લાગી.

”સ્વર! ”એક જાણીતો અને મીઠો ટહુકો સ્વરના કાનમાં અથડાયો. એક પડઘાની જેમ સ્વરના સમગ્ર અસ્તિત્વમાં અથડાઈને ફરી એના કાનમાં ટહુક્યો.

“સ્વર !' હવે તેને આ ભ્રમ નહિ પણ સાચે જ સરગમ બોલાવે છે એ ખ્યાલ આવતા સ્વર સફાળો ઉભો થઇ આંખો ચોળવા લાગ્યો. દીવની દરેક જગ્યામાં સરગમ સાથેની યાદો છુપાયેલી હતી. એટલે સ્વરને લાગ્યું કે આટલા વર્ષે સરગમ ક્યાંથી ? એ ભ્રમ છે એમ એને લાગ્યું. પછી એને સરગમના ખભે હાથ મુક્યોતો સામે સાચે સરગમ ઉભી હતી. સ્વરની જીજીવિષા ખોઈ ચુકેલી આખોમાં એક ચમક આવી ગઇ.

“સરગમ ! તું અહી ક્યાંથી ? ક્યાં હતી અત્યાર સુધી ? મને મૂકીને શા માટે જતી રહી ?" સ્વર એક શ્વાસે બોલતો રહ્યો. સરગમ નિરુત્તર બની સાંભળતી રહી. સ્વરની દ્રષ્ટી સરગમ પર સ્થિર થઇ. એજ પાતળો દેહ, એજ આખોની ચમક. પણ ...હોઠોની લાલી ક્યાંક ગુમ હતી. શરીરમાં જે તેજ હતું, જે અક્કડ હતી એ ઝાંખપમાં પરિવર્તિત થઇ ચુક્યું હતું. રૂપાળો, ગોરો દેહ બિલકુલ નિસ્તેજ જાણતો હતો.

“સરું! તું કેમ સાવ આવી થઇ ગઈ ?ક્યાંક તે પણ મારી જેમ ડ્રીંક ...” અને સ્વર એક કટાક્ષ ભર્યું હાસ્ય હસ્યો.

”સ્વર આવ આ સામેજ મારું ઘર છે. ત્યાં જઈને ચા લઈને વાત કરીએ”.

"ચા ? આ દીવમાં ચા પીવાય ? મે મારું પીણું પી લીધું છે. મારે તારા ઘરે આવાની જરૂર નથી. પણ મને એમ તો કહે કે તું અહી દુર સુધી રેહવા કેમ આવી ? શું કોઈ અમીર જાદો મળી ગયો ?કે વિજય માલ્યા ?"ફરી એક કટાક્ષ હાસ્ય.

“સ્વર તે બહુ જ ડ્રીંક કર્યું છે. ઘરે ચલ લીંબુ પાણી પી લે, તને અચાનક જોયો તો રહી ના શકી તને મળવા આવી ગઈ.”

“ના સરું, તું જાણે છે કે આ સાતસાત વર્ષો મે કેટલીય રાતોના ઉજાગરા કર્યા ? કેટલીયે ઘડીઓ તારી યાદમાં આંસૂ માં તરબોળ કરી ?"

“જાણું છું સ્વર ! મને તારી હરઘડી-હરક્ષણ ની માહિતી છે. છેલ્લા સાત વર્ષોમાં એક સંસ્કારી સ્વર વ્યસનમાં સપડાયેલો આવારા કેવી રીતે બન્યો એ બધુય..."

સરગમનાં આ વાક્યો સાંભળતાજ સ્વરનો બધોય નશો ઉતરી ગયો. એ સમજી ના શક્યો કે સરગમ શું કહી રહી હતી. પોતાને તરછોડી ને, રડતો મૂકીને ચાલી જનારી વ્યક્તિ શા માટે એની રજેરજની માહિતી રાખે !' સ્વર ને મુજવણમાં જોઇને સરગમ સમજી ગઈ.

“સ્વર ! તું પેહલા ઘરે ચલ. ત્યાં બેસીને વાત કરીશું મમ્મી પણ તને જોઇને ખુશ થશે.'

“એટલે ? મમ્મી પપ્પા પણ અહી છે ? તારી સાથે સરું, તું ગોળગોળ નહિ પણ સીધી વાત કર તું અહી ક્યાંથી ?'

“સ્વર, સરગમ તો સાત વર્ષથી અહી જ છે. બસ તું થોડો મોડો પડ્યો.” તન્મય પણ ત્યાં આવી પોહોચ્યો.

“તન્મય તું શું બોલે છે ? તને જાણ હતી સરગમની ? તો મારાથી છુપાવાનું કારણ ? તું મારો દોસ્ત કેવી રીતે કેહવાય ?મને તડપતો જોઈ તું મજા લઇ રહ્યો હતો ?”

'હા..સ્વર હું અને તન્મય એક બીજા 'ના સંપર્ક 'માં હતા તને છોડીને જવું મારા માટે સહેલું ન હતું. હું દુર હતી...પણ મન તારી પાસે હતું.'

“તો સરું કેમ ? તે આમ કર્યું ?મારી એવી કઈ ભૂલ હતી ? જેની સજા તે મને આપી, કૈક તો બોલ ...આમ રહસ્ય ના બનાવ.'

સરગમની આખોમાં આસું આવી ગયા એના ચેહરા પરનો રંગ ફિક્કો પડી ગયો. જે વાત એને સ્વરથી છુપાવી એ વાત કહ્યા વીના એને છુટકો નહતો. જીવનમાં ઘણી વાર એવી ઘટના બનતી જ હોય છે જે આપણે ક્યારેય ઈચ્છા ના કરી હોય.

સરગમનાં રુધાયેલા ગળામાંથી અવાજ ના નીકળી શક્યો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી એને શાંત કરાવતા તન્મયે સ્વરને વાત કરવા પ્રયત્ન કર્યો. પણ એ કારણ જ એટલું ભયાનક હતું કે એની હિંમત જ ના થઇ. બંનેની આ સ્થિતિ જોઈ સ્વર વધુ બેબાકળો બન્યો, એના મનમાં હજારો સવાલ કીડીઓની માફક ઊભરાવા લાગ્યા. સ્વરની હાલત જોઈ સરગમ પોતાની જાત ને સંભળતા સ્વરને કહ્યું,

“યાદ છે ? તને મે તારા જન્મદિને સવારે કોલ કર્યો પણ જન્મ દિવસની શુભેચ્છા ના પાઠવી”.

“હા, એટલેજ તો હું વધુ ગુસ્સામાં હતો”

“હમમ..અમે તને એ સાજે સરપ્રાઈઝ આપવાના હતા.”

“તો ?આપી જ ને, એ સાજે તું આવી જ નહિ.”

“મે તારા પરિવારે અને તન્મય એ નક્કી કર્યું હતું કે તને પાર્ટી આપી સરપ્રાઈઝ આપીશું. આ વાતમાં મારી મમ્મી જોડાઈ અને તારી મમ્મીને ફોન કરીને કહ્યું કે સરપ્રાઈઝમાં આપણા લગ્નની વાત કરશે.

“તો ? બધાજ રાજી હતા તો કેમ મને દગો કર્યો ?"

“દગો ? દગો તો કિસ્મતે કર્યો સ્વર. એ દિવસે હું પાર્ટીની તૈયારીઓંમાં હતી. તારા માટે જાતે કેક બનાવી અને આપણા લગ્નની વાત કરવાના હોવાથી મે તન્મય સાથે મળીને રીંગ લેવા જવાનું નક્કી કર્યું. એટલે મને મનગમતી રીંગ અહી જવેલર્સને ત્યાં ના મળી જેથી શહેર બહારના રસ્તે તન્મયની હું રાહ જોતી ઉભી રહી. તન્મય આવે એ પેહલા જ સુમસામ સડકનો લાભ લઇ કેટલાક મવાલીઓ ત્યાં આવ્યા. મારી સાથે બળજબરી કરવા લાગ્યા. મદદ માટે બુમો પાડવા છતાં રસ્તો સુમસામ હોવાથી કોઈ આવ્યું નહિ. અને એ મવાલીઓ એ મારું શીલ લુટ્યુ.

આટલું બોલતા સરગમ ધ્રુસકે ધ્રુસકે રડી અને સ્વર કંઈ બોલવાની હાલતમાં જ ન હતો, જેને છેલ્લા સાત વરસથી બેવફાનું લેબલ ચોટાડીને દુનિયાભરમાં બદનામ કરતો હતો એ પોતાના લીધે જ ભૂખ્યા વરુઓંનો શિકાર બની હતી. સ્વર ક્રોધમાં ભભૂકી ઉઠ્યો. એણે તન્મય ને કહ્યું,

" તે મને શા માટે આ વાતની જાણ ના કરી ? હું એ હરામીઓને સજા આપીનેજ રહીશ. તું મને એ નરાધમોના નામ શોધી આપ." તન્મય અને સરગમ બને ચુપ હતા. સ્વરના ઉપરા-છાપરી બોલાયેલ શબ્દોમાં એનો સરગમ પ્રત્યેનો પ્રેમ અને એ નરાધમો પ્રત્યેનો ક્રોધ જવાળામુખીની જેમ સળગી રહ્યો હતો. સરગમે સ્વરને શાંત પડતા સ્વરનું માથું પોતાના ખભે પમ્પાર્યું.

”સ્વર,આપણે કોણ ન્યાય કરવાવાળા ? ન્યાય તો ખુદ ઈશ્વરેજ બીજે દિવસે કરી દીધો.”

“મતલબ ?'

“મતલબ, એ નરાધમો દારૂના નશામાં ફૂલ સ્પીડે જતા હતા ત્યાં જ અકસ્માતનો કોળિયો બન્યા“... તન્મય બોલ્યો.

“ઓંહ !...પ્રભુ એ ન્યાય કર્યો પણ તમે બંને એ મને કેમ કંઈ ના જણાવ્યું ? સરું, તારી સાથે આટલું બધું થઇ ગયું અને તે મને કઈ ન જણાવ્યું ?તને મારી પર વિશ્વાસ ન હતો?”

“વિશ્વાસ ! વિશ્વાસ તો ખુદ કરતા પણ વધુ હતો. પણ હું એક મસડાયેલા ફૂલ જેવી સ્ત્રી બની ચુકી હતી જે તને સુવાસ ઓછી અને ગંદકી વધુ આપી શકત. એટલે મે તારાથી દૂર જવાનો નિર્ણય કર્યો અને તારી માહિતી સતત રાખી. હું ઈચ્છતી હતી કે ભલે તું મને દગાબાજ સમજે પણ તારું ઘર કોઈ સારી છોકરી સાથે વસાવી લે." એક ઊંડા નિઃશાસા સાથે "સ્વર, જીંદગી આપણે ધારીએ એટલી સરળ ક્યાં છે ?"

“ઓહ !એટલે હું સુખી સંસાર ભોગવું અને તું યાતના એમ ?”

“તો શું કરું? મે તને મળવાની થોડી હિંમત કરી ત્યાં જ ..."

“શું થયું તો ?”

“મારી તબિયત બગડતા હોસ્પીટલ જવું પડ્યું અને ત્યાં જ મારા જીવનની બાકી રહેલ થોડી આશાઓં પણ ડૂબી ગઈ. ડોક્ટરે જણાવ્યું કે અંદર ઈજાના કારણે ગર્ભાશય કાઢી નાખવું પડશે. જેથી ભવિષ્યમાં હું ક્યારેય માતૃત્વ ધારણ નહિ કરી શકું.”

“અરે સુરુ, તેં આટલી બધી યાતનાઓ એકલી એ ભોગવી અને હું એટલો બધો સ્વાર્થી બન્યો કે તારી ખબરેય ના કાઢી.”

“બસ,આ કારણથી જ તારાથી દુર, તારી યાદો સાથે હું અને મમ્મી-પપ્પા અહી આવી ગયા. પણ તન્મયે તારી હાલત મને કહી તો મને થયું મને કોષીને જીવે એના કરતા એકવાર તને મળીને હકીકત જણાવું. જેથી તું તારી નવી જીંદગી શરૂ કરી શકે. સ્વર, હું તને હમેશા સુખી જોવા માંગુ છું એટલે જ આ આઘાત તને આપવા માગતી ન હતી."

વાહ !કેટલી સરસ તારી સમજ છે. પણ હું તારા વિના વધુ તડપું છું. મારું સુખ તારી સાથે જોડાયેલું છે. આપણે આપણી નવી જીન્દગી અહી જ શરૂ કરીએ.

"ના..સ્વર તારી સામે આખી જીંદગી પડી છે, તું શા માટે તારા પરિવારના સ્વપ્નો તોડે છે. હું તારા પરિવારને વંશ આપી શકું તેમ નથી."

“સરગમ,ઘણા એવા બાળકો છે જેમના માતા-પિતા નથી. તો આપણે એવા એકાદ બાળકને પરિવારનું સુખ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશું. બસ તું ના ના કહીશ.” અને આટલું બોલતા સ્વર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને એના આંસુઓમાં સરગમ પણ લાચાર બની ગઈ.

થોડા સમય પછી બંનેના પરિવાર ની મંજુરીથી એમના લગ્ન થઈ ગયા. અને માત-પિતાનાં પ્રેમમાં તડપતા એક પુત્રને એમણે દત્તક લીધો. જેનું નામ રાખ્યું “સૂર” હવે સ્વર સરગમ અને સૂર જીંદગીનાં તાલે ખીલવા લાગ્યા અને તન્મય ખુશીથી ગણ ગણવા લાગ્યો...

“મિલે સૂર મેરા તુમ્હાર તો સૂર બને હમારા... “


Rate this content
Log in

Similar gujarati story from Inspirational