અમેરિકામાં કોરેન્ટાઇન 17
અમેરિકામાં કોરેન્ટાઇન 17


ભારતમાં ધીરે ધીરે બહાર નીકળવાની છૂટ મળવા લાગી છે. પણ ભારતમાં કેસ ઓછા છે કે પછી હજુ બહાર નથી આવ્યા. અમેરિકામાં કહે છે કે ધીરે ધીરે કર્વ નીચે આવી રહ્યો છે.પણ કોણ જાણે છે આ અણદેખ્યો દુશ્મન ક્યારે વાર કરે? આપણે જોઈ તો શકતા નથી. આજ વાત કરીશ એક ડી. જે ની જે 39 વરસનો જુવાન હતો. 12 મી એપ્રિલે એને સારું લાગતું ના હતું. એ ટેસ્ટ કરાવા ગયો તો એનો ટેસ્ટ કરવામાં આવ્યો નહિ, એમ કહીને કે જવાન છે એને ટેસ્ટની જરૂર નથી.એની પત્નિ એ ખૂબ ઝગડો કર્યો પણ ટેસ્ટ થયો નહિ. પછી શનિવારે એની તબિયત ખૂબ બગડી. એ 19 મી તારીખ હતી. એ દિવસે એનો ટેસ્ટ કરવામાં આવ્યો. 21 મી ટેસ્ટ રિઝલ્ટ પોઝેટીવ આવ્યુ. પણ બીજા દિવસે એ પડી ગયો અને 22 મી તારીખે એની પત્નિ એને હોસ્પિટલ લઇ ગઈ. હોસ્પિટલ કોઈને અંદર આવવા દેતી નથી. એટલે પત્નીએ છેલ્લીવાર પોતાના પતિને જોયો. એ રડતા રડતા કહે છે કે મને એને 'ગુડબાય' કહેવાનો કે એને 'લવ યુ' કહેવાનો ચાન્સ પણ ના મળ્યો. એક 13 વર્ષની દીકરી છે.જે એના પિતાની કાર્બન કોપી છે. એ પણ પોતાને પિતાને ખૂબ મિસ કરે છે. આ અણદેખ્યો દુશ્મન ફેમેલી ને આ રીતે જુદું કરે છે.