અમેરિકામાં કોરેન્ટાઇન 12
અમેરિકામાં કોરેન્ટાઇન 12




આજ અમેરિકામાં 789, 383 કેસ અને 42,800 મૃત્યુ ની સંખ્યા થઇ છે. આખા વિશ્વ કરતા અમેરિકામાં કેસ વધારે છે અને મૃત્યુનું પ્રમાણ વધારે છે. તમને નવાઈ લાગે સૌથી ટેક્નોલોજી માં આગળ દેશ અને આધુનિક છતાં આવું કેમ ? લો, ચાલો ઈશ્વર આગળ તો કોણ નાનો અને કોણ મોટો? તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો.
ડાયરી ,આજ વાત કરું એક હ્યુસટનના મુસ્લિમ દંપતીની. સુગરલેન્ડ માં રહેતી વહીદા હુસેને પોતાના બંને માબાપને કરોનામાં ગુમાવી દીધા છે. અને હવે પોતાને પણ કરોના છે એવું કહે છે. અબ્દુલ વહાબ 74 વર્ષના હતા અને એમની પત્નિ તજરૂં વહાબ 71 વર્ષના હતા. આ બંને બ ફકત કલાકના અંતરમાં હોસ્પિટલમાં ગુજરી ગયા. ડોકટરોએ એમને બચાવવામાં પાછી પાની કરી ના હતી પણ બંને એ મોત સામે મસ્તક નમાવી દીધું હતું. વહીદા એ કારમાં બેસીને બંનેને કબ્રસ્તાનમાં દૂરથી દફન થતા જોયા, કોઈપણ માણસ એમના જનાજામાં શરીક થઇ શક્યું નહિ. વહીદાએ કહ્યું એનું દુઃખ બતાવવા માટે એની પાસે શબ્દો નથી.
વહીદાએ કહ્યું કે મારી મા મારી બેસ્ટ મિત્ર હતી અને મારા પપ્પા ફની હતા અને હંમેશા જોક્સ કહેતા હતા. વહીદા એના પિતાને શુક્રવારે અને મા ને શનિવારે હોસ્પિટલ લઇ ગઈ હતી એ લોકો એક અઠવાડિયું પણ જીવ્યા ના હતા. છેલ્લી ઘડીઓમાં વહીદાએ વિડિઓ કોલ કરેલો અને કુરાન શરીફની તિલાવત કરેલી.
વહીદાએ કહ્યું કે, "કરોના કોઈ જોક નથી એને ખૂબ ગંભીરતાથી લો, ઘરની બહાર ના નીકળો, માસ્ક પહેરો ગ્લવ્ઝ પહેરો અને સલામત રહો.