Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

અક્ષયની મહેનત

અક્ષયની મહેનત

1 min
279


એક હતાં સમજુ બા. તે એક ગામડે રહેતા હતા. તેને એક દિકરો હતો. દિકરાનું નામ અક્ષય. અક્ષય ભણવામાં ખૂબ હોંશિયાર. સમજુબાની ઈચ્છા હતી કે તે મોટો થઈ મોટો અધિકારી બને.

તેમના પતિને અવસાન થયેલ ચાર પાંચ વર્ષ થઈ ગયા હતા. તેમની પાસે માત્ર એક જ આધાર નાનકડી જમીન. એમાં પણ તે ગામના લોકો પાસે મદદ માંગી ખેતરમાં વાવણી કરાવે. ઉત્પાદન લે. અક્ષય બાને મદદ કરે. પણ તેના બા તેને ભણવા સિવાય કશું કરવાની ના પાડે.

આપણે કહીએ છીએ કે મુસીબતમાં વધારે મુસીબત. માંડ માંડ કરી થોડા પૈસા કમાઈને ભણતર ખર્ચ કાઢે. ત્યાં તો વરસાદ ખૂબ પડ્યો. વાવેતર કરેલ બધો પાક નિષ્ફળ ગયો. બિયારણ પણ માથે પડ્યું.તેમને તો એક સાંધે ત્યાં તેર તુટે જેવી પરિસ્થિતિ થઈ.

હવે તો અક્ષય મોટો થઈ ગયો. તે અભ્યાસની સાથે માતાને કામમાં મદદ કરતો જાય. પરંતું તેની હાલત પણ કફોડી બનતી જાય. ઘરનું કરવા જતાં શાળાનું કામ રહી જાય. શાળામાં ધ્યાન દેવા જતાં ઘરમાં તંગી પડે. આમાં કરવું શું ?

તેમ છતાં રાત દિવસ જાગીને અક્ષય એક પોલિસ ઓફિસર બની ગયો. તેની માતાને હવે નિરાંત થઈ. તેના એક છોકરી સાથે લગ્ન કરાવ્યા. આને પોતે ચારધામની યાત્રાએ જવા નીકળ્યા.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational