Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

અજબ ગજબ

અજબ ગજબ

3 mins
15.4K


સુરેશભાઈ નારાજ તો ખુબ જ હતા અને દુઃખી પણ હતા એટલે આવેશમાં આવીને મનમા આવે એ બોલ્યા કરતા હતા. 'દેવુ કરી દીકરાને ભણાવ્યો આઈ.આઈ.ટી. કરાવ્યુ. વળી થયુ કે ભણવામાં આટલો હોશિયાર છે તો અમદાવાદ આઈ.આઈ.એમ કરવા મોકલ્યો. આપણા ઘડપણની લાકડી થાય એના સિવાય આાપણુ બીજું છે ય કોણ ? એને ભણાવામા હુ અને તુ આટલા જલ્દી ઘરડા થઈ ગયા.'

પાણીનો ગ્લાસ ધરતા નીલા બેને કહ્યુ, 'પાણી પી ને શાંત થાવ. આાટલો બધો ગુસ્સો કરશો તો નાહક તમારૂ જ બી.પી. વધી જશે.'

આમય સુરેશભાઈનો સ્વભાવ ગરમ જરાક કંઈ નાનુ પણ કારણ મળે તો તરત ગુસ્સે થઈ જાય. જ્યારે નીલાબેન ઠરેલ અને સમજુ. ગમે તેવી પરિસ્થિતિમાં રસ્તો કાઢવાની આવડત અને સૂઝ એમનામાં હતી.

અમદાવાદ ભણતો હતો અશોક ત્યારથી જ એને ગીતા સાથે અોળખાણ થયેલી. બે વર્ષમાં તો બંને એકબીજાની નજીક આવી પરણવાનો નિણઁય લઈ લીધો. બેઉ એકમેકને ટકકર મારે એવા ભણવામાં તેજસ્વી. વડોદરા જ એમને પચીસ લાખના પેકેજ વાળી નોકરી તો મળી સાથે અશોકને ચાર બેડરૂમ વાળો વિશાળ ફલેટ પણ કંપનીએ આપ્યો. ઘરના વાસ્તુપૂજન માટે સુરેશભાઈ અને નીલાબેન આણંદથી આવેલા. સાંજ પડતાં નીલાબેન નજીકના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે સુરેશભાઈ પણ ચાલવા ગયા છે એવું અશોક અને ગીતા એ માની લીધેલુ પણ સુરેશભાઈ ઘરમાં જ હતા.

'જો અશોક મમ્મી પપ્પા આવ્યા છે તો ભલે થોડા દિવસો રોકાઈ જાય પણ એમનુ આણંદ ઘર જ બરાબર છે.'

'કેમ ?'

'અરે કેમ શું ? આપણી ને એમની લાઇફ સ્ટાઇલ જ અલગ છે. આટલી બધી સુખ સગવડો એમનાથી હજમ જ ના થાય. પછી નકામાં આપણી લાઈફમાં માથાકૂટ કયાઁ કરે એના કરતાં એ આણંદ ખુશ ને આપણે અહીં. ટાઈમ મળે ત્યારે મળી આવીશું.'

'અશોકે કહ્યુ મને ભણાવા પપ્પા એ લોન લીધી છે એ પણ ભરપાઈ કરવાની છે અને મમ્મી... '

'તુ ખોટા બહાનાં ન કાઢ. પપ્પાને કહજે, લોન આપણે ચૂકવી દઈશું,' હવે બસ ?'

કશીય આનાકાની વગર અશોકે ચૂપચાપ ગીતાની વાત માની લીધી. બે દિવસ પછી નીલાબેન અને સુરેશભાઈ પાછા આણંદ જવા તૈયાર થયાં ત્યારે દીકરા વહુ એ 'આવતા રહજો હં પાછા ! તમે કહેશો ત્યારે ગાડી મોકલીશુ લેવા.' એમ કહીને વિદાય આપી.

ઘરે આવી નીલાબેને કહ્યુ, 'તમે જરાય હિંમત ના હારતા. આપણે જે લોન લીધી તે આપણે જ ચૂકવીશું. તમારૂ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન પર કાબૂ છે તો તમે ટયુશન શરૂ કરો અને હું ટીફીન કરીશ અને આજુબાજુની બહેનોને મિઠાઈ બનાવતા શીખવીશ.

સાચે જ ધાયુઁ હતુ એના કરતાં યે બનેના કામ સરસ ચાલવા લાગ્યા. એક દિવસ અચાનક ગીતા અને અશોક મુંઝાયેલા ચેહરે આવ્યા અને કહ્યું કે મમ્મી પપ્પા તમે વડોદરા અમારી સાથે રહો. તમે દાદા દાદી બનવાના છો. બેવને ચિંતા થવા લાગી હતી કે આવનાર બાળકને સાચવશે કોણ ?'

આટલી ધરખમ પગાર વાળી નોકરી છોડવી પોષાય એમ ન હતુ અને ગીતાને મા - બાપ હતા નહીં એ એના માસી-માસા પાસે મોટી થઈ હતી. નોકરો અને આયાના ભરોસે પણ બાળક મુકાય નહીં એટલે જ બંને આણંદ આવ્યા હતા.

સુરેશભાઈ એ કહ્યું, 'તારી મમ્મી ને આવવુ હોય તો ભલે આવે હું નહીં આવુ. હુ અહીં એકલો રહીશ.'

નીલાબેન કહે, 'તમને મુકીને હું કેમ જવુ પણ મા છું તો મારો જીવ બળે. બે જીવ સોતી વહુ ને પણ સંભાળવી જ પડે. અશોક એક કામ કર તારા પપ્પા સોમથી શુક્રવાર આણંદ રહેશે અને શનિ - રવિ આપણી સાથે રહેશે અને હું મારા ટીફીન બંધ કરીશ પણ ત્યાં હું ઘોડિયાઘર ખોલીશ અને અેમા જ તમારુ બાળક પણ મોટુ થશે. અમારા સ્વાભિમાન ના ભોગે હવે કશું જ નહિ મંજૂર હોય તો આવુ ?

અશોક અને ગીતાને મંજૂર કહયા વગર કોઈ છુટકો જ નહતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational