Bhavna Bhatt

Tragedy Inspirational

4  

Bhavna Bhatt

Tragedy Inspirational

અજબ ઘટના

અજબ ઘટના

2 mins
257


અચાનક એક કામ આવતાં ધારાબેનને ઘરની બહાર જવાનું થયું, એમણે વરંડામાં લટકતું માસ્ક ઉતાર્યું અને પહેરીને ઝટપટ ઘરની બહાર નીકળ્યા અને રીક્ષામાં બેઠા એ સાથે જ નાકમાં કંઈક સળવળાટ થવા લાગ્યો એમણે માસ્ક ઉતારીને જોયું અને રૂમાલથી નાક સાફ કર્યું પણ અંદર કંઈક સળવળતું હતું એમણે પાછું માસ્ક પહેરી લીધું અને એકાદ કલાક પછી ઘરે આવ્યા આવીને માસ્ક ધોઈને હાથ ધોઈને નાક સાફ કર્યું પણ અંદર કંઈક થતું હતું પછી તો રસોડામાં જઈને રસોઈ ની તૈયારી કરીને બધાં આવ્યાં એટલે જમ્યા અને પરવારી ને બેઠાં પણ એમને નાકમાં કંઈક થતું હતું એમણે વિક્સ લગાવ્યુ અને સૂઈ ગયા બીજા દિવસે પણ એમને નાકમાં તકલીફ લાગતી હતી અને છીંકો આવવાની ચાલું થઈ ગઈ એમણે ફેમિલી ડોક્ટર પાસે જઈ બતાવ્યું ડોક્ટરે વાયરલ ઇન્ફેક્શન છે કહીને દવા આપી અને કહ્યું મટી જશે.

ધારાબેને એક દિવસ દવા લીધી પણ એમને કોઈજ ફર્ક પડ્યો નહીં એટલે નાકનાં સ્પેશિયલ ડોક્ટર ને બતાવવા ગયા ત્યાં ડોકટરે દૂરબીન વડે જોયું અને કહ્યું કે નાકમાં નાનો કરોળિયો છે..

ધારાબેનને યાદ આવ્યું કે પંદરેક દિવસ પહેલાંનું માસ્ક લટકતું હતું એ પહેર્યા પછી જ થયું છે એમણે ડોક્ટર સાહેબને વાત કરી.

ડોક્ટરે કહ્યું કે તમને બેભાન કરીને કાઢવો પડશે.

ધારાબેને ઘરેથી બધાંને બોલાવ્યા અને પછી એમને બેભાન કરીને નાનો કરોળિયો કાઢ્યો.

આ અજબ ઘટના એકદમ સત્ય વાત છે.. એક નાની બેદરકારીથી કેવી પરિસ્થિતિમાં વ્યક્તિ મૂકાઈ જાય છે.. ધારાબેને માસ્ક પહેરતાં પહેલાં ખંખેરીને જોઈને પહેર્યું હોત તો આવી ઘટના ન ઘટી હોત... માટે સાવચેતી રાખવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy