Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

અહિંસાના માર્ગે

અહિંસાના માર્ગે

1 min
183


છગનભાઈ અને મોહનભાઈ બંને મિત્રો હતા. તેઓ રોજ સાંજે સાથે બેસે અને વાત કરે. પણ કુદરતે કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે, મોહનભાઈએ જીવનનો રસ્તો બદલ્યો. તે બહારવટિયાના કામે લાગી ગયા. હવે તો તેઓ ક્યારેક જ ઘરે આવે. છગનભાઈ મોહનભાઈની પત્ની અને છોકરાનું ધ્યાન રાખે.  

રાતના સમયે ગામડે ગામડે જાય અને રસ્તામાં આવતા લોકો પાસેથી ઘરેણાં અને પૈસા લૂંટે. જે ન આપે તેના પર હાથ ઉપાડે. સૌ કહેવા લાગ્યા, " મોહનભાઈ આ રસ્તો નથી સાચો. એ છોડી તમે બીજું કંઈ કામ કરો." પણ એ કોઈની વાત સાંભળે જ નહી.

પોતે રાત દિવસ બહાર રહે. લોકો સાથે હિંસા અને મારપીટ કરે. અને તેમાંથી થોડા રૂપિયા પત્ની અને છોકરા માટે મોકલે. એક દિવસ તેમની પત્ની બજારમાં જતા હતા. સામેથી આવતી ગાડી સાથે અથડાઈ જતાં ત્યાં જ ઈશ્વરને પ્યારા થઈ ગયા.

મોહનભાઈ તેમની અંતિમ ક્રિયા કરવા આવ્યા. સૌ ટોળામાંથી બોલવા લાગ્યા," મોહનભાઈએ ખોટું કામ કર્યું તેની સજા તેમની પત્નીને મળી. હવે આ નાનકડા છોકરાનું કોણ ?" પણ આ વાત મોહનભાઈના મનમાં ઘર કરી ગઈ. તેમણે નક્કી કર્યું, "હવે પછી હું કોઈ જ હિંસા નહિ કરું. અહિંસાના માર્ગે જ ચાલીશ. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational