nayana Shah

Inspirational Children

4  

nayana Shah

Inspirational Children

અધૂરું સ્વપ્ન

અધૂરું સ્વપ્ન

2 mins
170


આજે મને મળેલી ટ્રોફી લઈ હું મારે સાસરે જવાને બદલે સીધી પિયર પપ્પાના ફોટા પાસે ગઈ. મારાથી અજાણતાં ધ્રુસકૂ મુકાઈ ગયું. આજે ટેનિસની રમતમાં મને ટ્રોફી મળી હતી. મેદાનમાં જ મને બે શબ્દો બોલવાનું કહ્યું. હું શું બોલું ? મારી આંખોમાંથી સતત ગંગા જમના વહી રહ્યાં હતાં. મારે બોલવું હતું પણ જાણે મારી પાસે શબ્દો જ ન હતા. આંખોમાંથી વહેતાં આંસુમાં માત્ર મારા પપ્પાની યાદો જ હતી. પપ્પાનું તો સ્વપ્ન હતું કે હું ટેનિસમાં ખૂબ આગળ વધું. આજે એ દિવસ આવ્યો ત્યારે પપ્પા જોવા ના રહ્યા.

પપ્પાનું સ્વપ્ન મારી પ્રગતિ જોવાનું અધુરૂ રહ્યું.

બાળપણથી પપ્પા કહેતાં, "તમે પરિશ્રમ કરો તો જ ઈશ્વર તમને મદદ કરે. " પરીક્ષા વખતે મને ઘણી વાર થતું કે મારે પરીક્ષા નથી આપવી. ત્યારે પપ્પા જ હિંમત આપતા કે પરીક્ષા આપીને નપાસ થવું વધારે સારું પણ પરીક્ષા નહીં આપીને નપાસ થવું એ વધુ શરમજનક છે."

એમને આપેલી હિંમતને કારણે જ હું માસ્ટર ડિગ્રી મેળવી શકી.

વેકેશનમાં પણ મારી સાથે વહેલા ઊઠી મને ટેનિસની પ્રેક્ટિસ કરાવતાં. એમનો એક જ જીવનમંત્ર હતો કે તમે જે ક્ષેત્ર પસંદ કરો તેમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરો. એ ક્ષેત્ર શિક્ષણનું હોય કે રમતગમતનું હોય તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ. સૌથી મોટી સિદ્ધિ એ પણ છે કે સ્ત્રી પારકે ઘેર જઈ બધાને પોતાના બનાવી દે.

હું પિયરમાં જઈ પપ્પાના ફોટા પાસે રડતી હતી ત્યારે બરડે એક પ્રેમાળ હાથ ફરતો હતો. એ મારા સાસુ હતાં. મારા સસરા પણ કહી રહ્યા હતાં. તારા પપ્પાની ઈચ્છા પૂરી કરીને ખુશ થવું જોઈએ. આંખમાંથી આંસુ પડે તો એ હર્ષના હોવા જોઈએ. અમે જાણીએ છીએ કે તારી જિંદગીમાં તારા પપ્પાનું સ્થાન શું હતું ! કારણ તારા પપ્પા તારે મન હીરો હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational