Bhavin Jain

Romance Thriller

3  

Bhavin Jain

Romance Thriller

અડધો પ્રેમ ભાગ-૨

અડધો પ્રેમ ભાગ-૨

2 mins
337


જ્યારે પંદર દિવસ પછી ક્લાસ પર વિવાન અને જાન્વીની સામ સામે મુલાકાત થઈ ત્યારે બંનેને વરસદમાં સાથે ઘેર ગયા એ દ્રશ્ય યાદ આવ્યું કે મેઘરાજાની મહેર હતી, બાઇક પાછળ જાન્વી, ઠંડો પવન અને ઘોંઘાટ તો ઘણો હતો પણ બંને પોતાની દુનિયામાં શાંત મને ખોવાયેલા.

મેહુલિયાના રાજમાં પ્રેમની મુલાકાત

મળાવા પ્રેમી પંખીને થઈ મેઘરાજાની મહેર,

જાણે ઊછળી છે દિલમાં સતરંગી લહેર


ભલેને વાય ઠંડો વાયરો ને છંટકાવ અહી,

મન અંતરમાં કરી છે આ તો શરમની સહી


વાહ રે કુદરત સર્જ્યા તે તો અનોખા દ્રશ્યો,

ખૂલ્યા અહી છુપા પ્રેમના રહસ્યો


વાત કહું તો વાદળ ગરજે, ના કહું તો દિલ ધડકે,

કોણ સમજે મનને મારા, આ પ્રેમ પ્યાલો છલકે


જુએ આંખલડી નવરંગી આ પાણી,

મન ધારે હું અહી જ જાવ તને તાણી


ખાબોચિયાની કમાલ કહું કે કુદરતની છે ધમાલ,

હું તો માનું અહી નવસર્જન પામ્યું આપણું વ્હાલ


આભાર

પણ જાન્વીના ચેહરા પર કોઈ પ્રકારનું સ્મિત કે હાવભાવ જોવા ના મળ્યા. તેથી વિવાન ઉદાસ થઈને પોતે માની લીધું કે કદાચ જાન્વીને હું પસંદ નથી. દિવસો જતાં હતા અને બે અઠવાડીયા પછીના રવિવારે દરેક વિધ્યાર્થીઓની ટેસ્ટ હતી પણ વિવાનને ટેસ્ટ નહોતી, તેથી

વિવાન સિવાય દરેક વિધ્યાર્થીઓ ટેસ્ટ લખવા બેસી ગયા. અચાનક સાહેબના મોબાઇલમા કોઈકનો ફોન આવ્યો અને સાહેબે વિવાનને કહ્યું

કે, "જેમ જેમ વિધ્યાર્થીઓને ટેસ્ટ લખાઈ જાય તેમ તેમ રજા આપતો જજે, કારણ કે મારે (સાહેબને) એક કામથી બહાર જવાનું થયું છે".

એક કલાક પછી દરેક વિધ્યાર્થીઓ જતાં રહ્યા સિવાય જાન્વી. દસ મિનિટ પછી જાન્વી પણ ઊભી થઈ અને વિવાનને ટેસ્ટનો કાગળ અંબાવ્યો. જાન્વી ક્લાસની બહાર જતી કે તરત જ વિવાને પૂછ્યું, "જાન્વી શું થયું ? કઈક તો જવાબ આપ". પણ જાન્વી કાઇ ના બોલી.

વિવાનને કઈક વિચાર આવ્યો અને કહ્યું કે, "તો તે આપેલા કૉન્ટૅક્ટ નંબર પર રિચાર્જ કરાવી આપું જેથી તું મેસેજમાં મને કહી શકે ?" તો જાન્વીએ હા કહ્યું.

વિવાને એ જ દિવસની બપોરે રિચાર્જ કરાવી આપ્યું અને મેસેજ કે ફોનની રાહ જોઈ. અને અચાનક બપોરે ૪ વાગ્યે જાનવીનો મેસેજ આવ્યો કે "મારા પપ્પાનું અવસાન એક મહિના પહેલા જ થઈ ગયું છે તેથી મારે મારી નાની બહેનને સાચવવાની અને ઘરની નાની મોટી બીજી જવાબદારીઓ સંભાળવી પડે એમ છે".

વિવાને એક મિનિટ પણ વિચાર કર્યા વિના જાન્વીને મેસેજનો જવાબ આપતા કહ્યું કે, "મને નહોતી ખબર, પણ હું તને અતૂટ પ્રેમ કરવા લાગ્યો છું અને તું મને ખૂબ જ ગમે છે, તારી દરેક જવાબદારીઓ હું સંભાળી લઇશ". આ મેસેજ જોઈ જાન્વીને ખૂબ ગમ્યું અને એણે એના મનની વાત અને દિલ વાત કહેતા એટલું જ કહ્યું કે, "તમે પણ મને ગમો છો."

આમ વિવાન અને જાન્વીને અઠવાડિયામાં એકાદ વાર મેસેજમાં વાત થતી કારણ કે જાન્વી પાસે પોતાનો મોબાઈલ નહોતો, પણ એ દસ-પંદર મિનિટની વાતમાં જાણે બંનેએ એકબીજાને મનોમન પતિ-પત્ની માની લીધા હોય એવું લાગતું.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance