અડધો પ્રેમ ભાગ-૪
અડધો પ્રેમ ભાગ-૪
તો આપણે આપણાં પ્રેમી પંખીઓની વાત આગળ વાંચીએ કે શું થયું આપણાં વિવાન અને જાનવીની પ્રેમ કહાનીમાં.
ઘણીવાર તો એવું થતું કે માંડ એકાદ મહિને મેસેજ આવ્યો હોય અને સરસ મજાની વાતો કરતાં હોય ત્યાં જ અચાનક જાનવી જવાબ આપવાનું બંધ કરી દે તેથી વિવાન ખૂબ જ ચિંતામાં પડી જાય, ક્યાય મન ના લાગે, કોઈ કામ ના ગમે, રોજ સવાર સાંજ ભગવાન પાસે જઈને પૂછે કે શું થયું જાનવીને, ત્યાં ને ત્યાં આંસુ નીકળી જાય અને મનમાં પ્રાથના કરતો કે જાનવીને કઈ થયું ના હોય તો સારું, જાનવીના ઘરે કોઈને ખબર ના પડી ગઈ હોય તો સારું અને ભગવાનને કહેતો કે જલ્દી બીજી વાર મેસેજ આવે કે કોલ પર વાત થાય જાય તો હાશકારો થાય.
પણ થતું એવું કે આવી ચિંતામાં ૧૦ દિવસ નીકળી જાય અને બિચારો વિવાન આટલા દિવસની ચિંતામાં ના સરખું જમે અને ના તો સરખું ક્યાય ધ્યાન હોય પણ જ્યારે જાનવીનો મેસેજ આવે કે વિવાનની ખુશી એટલી હોય કે જાણે ખૂબ જ તડકા પછી ઠંડો વરસાદ પડ્યો હોય અને બાળકો નાચતા હોય, અને જે લાગણીઓ અનુભવાય, તે કઈક અલગ જ હોય છે.
પરંતુ એક દિવસ જાનવી એ ફક્ત મિસકોલ કર્યો અને વિવાન એ મેસેજ કરીને પુછ્યું કે કેમ મિસકોલ?
અને જાનવીનો જવાબ આવ્યો કે "કોલ કરો"...
બસ એ ચાર મહિના વીતી ગયા પછી પહેલી વાર બંનેએ કોલ પર વાત કરી અને ફોન પર પહેલી વાર એકબીજાના "હેલ્લો" ના અવાજ સાંભળી એટલા ખુશ થયા કે દિલમાં સાચે કઈક સંગીત વાગવા લાગ્યું. તે દિવસથી લઈ લાંબા સમય સુધી બંને ને ફક્ત એકબીજાના અવાજ ગુંજતા રહ્યા દિલમાં.
વિવાનનો અવાજ જાનવીને એકદમ મીઠો મધુર લાગતો અને તેથી જ તે કહેતી કે "તમે બોલો અને હું સાંભળું."
મજાની વાત તો એ છે કે આટલો બધો સમય વીતી ગયા છતાં બંને વચ્ચે ક્યારેય સેજ પણ અનબન નહોતી થઈ.
બંને નો પ્રેમ એટલો ગાઢ કે મળવાનું નક્કી ના પણ કર્યું હોય, છતાં રસ્તા પર એકબીજાના મિત્ર સાથે મુલાકાત થઈ જાય.
બંને ના ધબકારા એટલા વધી જતાં કે મનોમન એકબીજાને "I love you" કહેતા હોય એવું લાગતું.
ક્રમશઃ