Bhavin Jain

Others Romance Tragedy

3  

Bhavin Jain

Others Romance Tragedy

જીવનનો વળાંક

જીવનનો વળાંક

3 mins
805


શીર્ષકનું નામ વાચતા આમ તો થોડું તમે સમજી જ ગયા હશો કે હું કઈક એવી વાત કરવા જઈ રહ્યો છુ કે જે કઈક વળાંક લઈ ચૂક્યા છે જિંદગીમાં.

વાત એક નિર્દોષ બાળકની છે જેનું નામ નિસર્ગ છે. ચૂપચાપ રહેતો છોકરો, ક્યારેય કોઈ સાથે ઊંચા અવાજમાં પણ વાત નહોતો કરતો, શાળામાં પણ એકલો સુનમૂન બેસી રહેતો, ઘરમાં પોતાનું કાર્ય કર્યા કરતો, જાણે કહીયે તો ભગવાનનો જ માણસ.

નિસર્ગ મોટો થયો એમ સમજણો પણ થતો ગયો અને એ સાથે સાથે એટલું શીખ્યો કે જ્યાં હોઈએ ત્યાં નાનકડી સ્મિત રાખવી મુખ પર સ્મિત રાખવાથી બોલવું નહીં પડે અને એકલું પણ નહીં લાગે. નાનપણથી જ તેનું જીવન ખૂબ સંઘર્ષ ભર્યું હતું. માતા - પિતા નહોતા અને બહેન સાથે રહેતો.

સંઘર્ષ કરીને નિસર્ગે ભણવાનું કોલેજ સુધી પૂરું કર્યું અને સારી એવી નોકરી પર લાગ્યો. હવે નિસર્ગના મનમાં એટલું જ હતું કે બહેન સાથે રહીને આટલા વર્ષનું મૂલ્ય એને પાછું ચૂકવું એ સમય આવી ગયો છે. શરૂઆત સારી રહી નોકરીની અને જોત જોતામાં છ મહિના નીકળી ગયા, એ છ મહિનામાં નિસર્ગ પોતાનો અડધો પગાર બહેનને આપતો, કહેતો કે "મારે મારુ ઋણ ચૂકવું છે જે આટલા વર્ષ તારી સાથે રહીને ચડ્યું છે."

બહેન ઘણું ના પડતી પણ નિસર્ગ પોતાની વાત પર અડગ રહીને અડધો પગાર આપી જ દેતો. આમ નિસર્ગનું જીવન સરળ રીતે ચાલતું, પણ કહેવાય છે ને કે સુખ દુખના આવે તો જીવન અધૂરું છે એમ જ નિસર્ગને કોઈક ચાહવા લાગ્યું હતું એટ્લે કે શાલિની કે જે નિસર્ગના ઓફિસમાં જ નોકરી કરતી એ નિસર્ગને પ્રેમ કરવા લાગી પણ કહી નહોતી શકતી.

ઓફિસમાં એકસાથે હતા એટ્લે જેવી તેવી વાતો થતી પણ શાલલીની ને જે કહેવું હતું એ કહી નહોતી શકતી તેથી બીજા ટિમ મેમ્બર પાસે નિસર્ગ સુધી વાત પહોચાડી. નિસર્ગનું જીવન સંઘર્ષમય રહ્યું હોવાથી એને લાગ્યું કે ભગવાને તેના માટે હવે સ્વર્ગથી પણ સુંદર જીવન રચ્યું છે અને એમ માનીને નિસર્ગે અઠવાડીયા પછી શાલિનીને હા કહ્યું.

જેમ દરેક પ્રેમી હરે-ફરે તેમ આપણાં નિસર્ગ અને શાલિની પણ ફર્યા, મૂવી જોયા, બગીચામાં બેસવા ગયા, મદિરોમાં પણ ગયા અને ધીમે ધીમે પ્રેમી સફરની શરૂઆત સારી થઈ. આમ સાત મહિના પછી શાલિની અને નિસર્ગની સગાઈ પણ થઈ અને ખૂબ જ ખુશ ખુશાલ નિસર્ગને તો જાણે સ્વર્ગ જ મળ્યું હોય.

સગાઈના સાત-આઠ દિવસ પછી શાલિનીએ નિસર્ગને કહ્યું કે આપણે મેરેજ પણ કરી જ લઈએ જલ્દીથી, કારણ કે અતૂટ પ્રેમ હોવાથી ડર હતો કે કોઈ ઝઘડો ના થાય તેથી નિસર્ગે પણ હા કહ્યું અને બંને એ કોર્ટમાં રજીશ્ટ્રેશન કરવી દીધું.

અને થોડા જ સમયમાં નિસર્ગને તેના જૂના મિત્રો એ કહ્યું કે શાલિની તો અમારી સાથે ભણતી અને તેના ઘણા બધા અફેર હતા, ઘણા બધા શારીરિક સબંધો પણ હતા. બસ આટલું સાંભળીને દરેક પુરુષને પગ તળેથી જમીન ખસે તેમ નિસર્ગને થયું પણ આ જાણવા છતાં નિસર્ગે જતું કર્યું કે ભલે જે હોય પણ હવે એ મારી સાથે છે અને મને પ્રેમ કરે છે.

પણ નિસર્ગના તો જીવનમાં સંઘર્ષ અને દુ:ખ જ હતું. તેથી થોડો સમય વિતતા જ જાણ થઈ કે શાલિની હજુ કોઈ બહારના વ્યક્તિ સાથે સબંધો ધરાવે છે અને નિસર્ગ અંદરથી જ સાવ તૂટી ગયો. છતાં નિસર્ગે લગ્નની ના ન પાડી પણ એક જ મહિના પછી શાલિની બીજા વ્યક્તિ સાથે રહેવા નિસર્ગને છોડીને જતી રહી.

નિસર્ગના જીવનમાં ચમકારો થયો હોય એમ લાગ્યું અને આપણાં નિસર્ગને જાણે ભગવાન કોને કહેવાય તેની પણ સમજણ ના પડી.

ક્રમશઃ


Rate this content
Log in