અડધો પ્રેમ ભાગ - 3
અડધો પ્રેમ ભાગ - 3


જાનવી અને વિવાન અઠવાડિયે ફક્ત ૫ થી ૧૦ મિનિટ મેસેજમાં એવા મશગુલ થઈ જતાં કે બંને મનોમન એકબીજાને વ્હાલ કરતાં હોય અને લાગણીઓનો જાણે વરસાદ થઈ રહ્યો હોય
વાત મારા વ્હાલની
કદીયે ના ભૂલું વ્હાલી તારી વાત
ટમટમતા તારલા કેમ કરી ભૂલે એ રાત
ગુંજતો અવાજ તારો મદમસ્ત બનાવે મનને
સ્વીકાર્યું મે આજ કે લખું તારા નામે આ તનને
દરિયો પણ ટૂંકો પડે જ્યારે આવે આવો પ્રેમ
જીવનની મહેફિલમાં સૌને વ્હાલો છે જીવ જેમ
જિંદગી મારી તને સોપું જો તું લે મારી સંભાળ
દિલમાં બનાવું બીજો માળ જ્યાં રહે આપણું બાળ
મનમાં મારી તું ભમે છે કેમ કરી તને કહું
ઈચ્છા ફક્ત એક મારી, સંગે તારી હું રહું
-align-center">વાટે છું એ ક્ષણની જ્યારે લગ્ન આપણાં લેવાય
માણીએ આપણે દરેક પળ જ્યારે વાયરા ઠંડા વાય
આમ વિવાન હમેશા જાનવી સાથે વાત કરવા ઉત્સુક હોય પણ જાનવી પાસે પોતાનો ફોન ના હોવાથી ઘરના ફોનમાથી મેસેજ કરવા અનુકૂળ સમય બનાવવો પડતો. એ સમય બનાવવા માટે જાનવી વહેલી સવારે ૪ વાગે વાંચવા જાગે અને મેસેજ કરે જ્યારે આ તરફ વિવાન હાથમાં ફોન લઈને સૂતો હોય જેથી જેવો મેસેજ આવે કે તરત જ અડધી ઊંઘમાથી જાગીને વાત કરવા ઊભો થઈ જતો અને મેસેજથી ૫-૧૦ મિનિટ વાત કરતાં. આવું અઠવાડિયે એકવાર શક્ય બનતું અને ક્યારેક તો મહિને એકવાર પણ વિવાનનો પ્રેમ જુઓ તો મેસેજ આવે કે ના આવે સવાર સાંજ ફોન હાથમાં રાખીને રાહ જુએ.
રોજ સમયસાર ક્લાસે આવે બંને અને ફક્ત એકબીજાને જોઈને આંખોમાં જ પ્રેમી મુલાકાત થતી.
સાચો પ્રેમ હતો એ વાત તો ત્યાં જ સાબિત થાય જ્યારે ૩ મહિના વીતી જવા છતાં એ બંને એકપણ જગ્યા એ એકાંતમાં મળ્યા જ નહોતા, અને મળવાની વાત તો દૂર પણ એકબીજાને સ્પર્શ પણ નહોતું કર્યું. એ બંનેનું એવું માનવું હતું કે પ્રેમ તો આંખોમાં અને દિલમાં ઉતરવો જોઈએ, આત્માનું મિલન થાય અને પ્રેમની લાગણીઓ અનુભવાય તો જ સાચો પ્રેમ અને અહિયાં એવું જ હતું.
ક્રમશઃ